________________
સંસ્કારથી મારામાં પણ સારા સંસ્કારનું સીંચન થયું.
તેઓશ્રીનું વિદ્યાર્થી જીવન સાધુ જીવન જેવું ગએલું. રાત્રી ભોજન, કે કંદમૂળ, ચા, પાન, સોપારી, બીડી વિગેરેની બાધા, કોઈ પણ જાતનું ! વ્યસન નહીં.
તેઓની ૧૭વર્ષની ઉંમરે કૃપાળુદેવની લખેલી મોક્ષમાળાનું વાંચન અને મોક્ષમાળા ઉપરની પરીક્ષા આપી ત્યારથી આત્મનિરીક્ષણ અને . આત્મવિચારણામાં ઊંડા ઊતરવાની જીજ્ઞાસા દિન-પ્રતિદિન વધતી જ ચાલી અને તે તરફનું સંશોધન શરૂ થયું.
આત્માને ઓળખો” તેની પરીક્ષા આપી ત્યારે જે જે જૈન ધર્મના પુસ્તકો વાંચ્યા-વિચાર્યા તેમાં ઊંડા ઉતરવાની જીજ્ઞાસા દિન-પ્રતિદિન : વધતી ચાલી.
આમ દરરોજ આત્મનિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. બાળપણથી જ અસત્ય બોલવાની ટેવ ન હતી, છતાં દરરોજ સાંજના-આજે ક્યાંય છે અસત્ય બોલાઈ તો નથી ગયું ને ? ક્રોધ, માન, માયા, લોભ થયા છે તે કે કેમ ? તેનું નિરીક્ષણ કરવાની આદત પડી. ઉપરના કોઈપણ દોષ
જે દિવસે થઈ ગયા હોય તો બીજે દિવસે તે થવા ન જોઈએ તેની [ સતત જાગૃતિ રાખવાની ટેવ પાડી. જે દિવસે સારું કામ થયું હોય તો | જ બીજે દિવસે તેથી પણ વધારે સારું કામ કરવાની જીજ્ઞાસા વધારતા જ કે રહ્યા. પહેલેથી જ બહાર પડવાની જીજ્ઞાસા ઓછી, જગત ગમે તે કે
કહે, તેમને સત્ય લાગે તે પ્રમાણે જ તેમનું વર્તન હોય, ક્યાંય પણ આપ બડાઈ કરવી નહીં, જ્ઞાન દેખાડવું નહીં, સૌને પ્રેમના ઉમળકાથી ભેટવું, ઇન્દ્રિયોને વશ થવું નહીં, મન દઢ રાખવું, કોઈ પણ લાલચથી મૃષા બોલવું નહીં, આત્મચિંત્રણા ચૂકવી નહીં, દરેક સારા આદર્શો પાસે જેટલું નીકટ જવાય તેટલું પ્રયાણ કરવું, સર્વના શ્રેયમાં આપણું છે. શ્રેય સાધવું, આ બધા નિયમો બાળપણથી જ અને રાજકોટ ગયા ! પછી વધારે અને વધારે દૃઢ થતા ગયા.
સાયલા દરબારમાં નોકરી સ્વીકારી અને હજુ૨ સીરતેદારથી
૩૮૪
( શ્રી ભાગ્યમાઈ ને સારાલા છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org