________________
તમો બેઉ જણ છો, રતિભાઈનું શરીર ભલે લથડે પણ કૃપાળુદેવના પ્રતાપે આત્મા સજાગ બેઠો છે.
O પત્ર નં. ૬
દ : છોટાલાલના આત્મવંદન
ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી
તા. ૩૦-૭-૬૫ના સવારે રતિભાઈના અવસાન થવાનો તાર મળ્યો. તમારો કાગળ આવ્યેથી વધારે વિગત આખર સ્થિતિની જાણવામાં આવશે.
જો કે બોધવાળાને તો પાછળની સ્થિતિ બેભાન અવસ્થામાં જાય તો પણ તો હરકત નથી.
સાયલા, તા. ૨-૮-૬૫
બેશુદ્ધિમાં પણ બોધના પરિણામ વરતતા જ હોય કારણ કે બોધ પાકો થાય એટલે બેશુદ્ધિમાં પણ બોધના પરિણામ વરતે.
અમે તો એક માસમાં બે પરમાર્થ સાથી ગુમાવ્યા છે. એક કુંતાસીવાળા દરબાર અને બીજા રતિભાઈ.
કળીયુગ છે એટલે પરમાર્થ વૃત્તિવાળા માણસોને સત્સંગમાં સાથે રહેવા ન દે. ઈશ્વર રાખે તેમ રહેવું.
ન
Jain Education International
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Ð પત્ર નં. ૭ ૩
દ : છોટાલાલના આત્મવંદન
આત્માર્થી ભાઈ શાંતિલાલ, બોરીવલી
જત તમારો પત્ર તા. ૨-૮-૬૫નો વિગતવાર મળ્યો છે જેમાં રતિભાઈની અંતીમ સ્થિતિનું વિગતવાર ધ્યાન આપ્યું જે વાંચી આખા મંડળને બહુ જ સંતોષ અને પ્રમોદ થયો છે.
સાયલા, તા. ૫-૮-૬૫
For Personal & Private Use Only
૩૨૧
www.jainelibrary.org