________________
O પત્ર નં. ૫૫ G
ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારૂં પોસ્ટકાર્ડ તા. ૧૯-૯નું મળ્યું વાંચી આનંદ હું, લાડકચંદભાઈ તથા હિંમતભાઈ તા. ૧૯-૯ની સવારે મોરબી વવાણીઆ સત્સંગ અર્થે ઘણા ભાઈઓનો આગ્રહ હોવાથી ગયા હતા. તારીખ ૨૩-૯ની સાંજના અત્રે પાછા આવ્યા. વાંકાનેર પણ મુમુક્ષુ ભાઈઓ બહેનોનો આગ્રહ હોવાથી એક કલાક રોકાણા હતા. બંને વખત મોરબીથી ચંદુભાઈની મોટ૨ લેવા મૂકવા આવી હતી. તા. ૧૮-૯ની રાતના દશ બજે ભાઈ મણીલાલ છોટાલાલે દેહ છોડ્યો. છેલ્લા એક માસ થયા પથારીવશ હતા. હું અવારનવાર તેમની પાસે જતો. ઘણા વખતનો સત્સંગ હોવાથી અને તેમની જિજ્ઞાસા હોવાથી આપણે દેહના ધર્મોથી ભિન્ન જીવતા જાગતા આત્મા છીએ, એ રટણ દૃઢ થઈ ગયું હોવાથી હંમેશા જાગૃતિ રહેતી અને આનંદમાં દિવસો પસાર કરતા. તારીખ ૧૮-૯ સાંજના એક કલાક હું ત્યાં જ હતો. સમાધિપૂર્વક દેહ છોડ્યો, શાસ્ત્રનું જ્ઞાન નહીં પણ સત્સંગમાં ઘણી જ જીજ્ઞાસાથી એક જ જીવતા જાગતા આત્મદ્રવ્યનું રટણ સારૂં કરી લીધું. અમે એક આત્માર્થી સાથી ગુમાવ્યો એ જ.
૩૬૪
સાયલા, તા. ૨૫-૯-૬૮
સ્થૂલ અને સૂક્ષ્મ દેહ સહિત આ આખું જગત ધબ, મિથ્યા અને જડ છે. કારણ તેમાં સ્વયમ્ ભાસ્યમાન થવાની શક્તિ નથી. ઉપર ક્શા જગતમાં મારો આત્મા સ્વયમ્ પ્રકાશિત અને જ્ઞાન સ્વરૂપ નિરંતર ભાયમાન થાય છે એવો અનુભવ અથવા અંતર્મુખ ઉપયોગે સતત જાગૃતિ એ નિશ્ચય છે અને આખા જગતને મારો આત્મા પ્રકાશે છે અથવા ભાસ્યમાન કરે છે એવો અનુભવ એ વહેવાર છે.
Jain Education International
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
www.jainelibrary.org