Book Title: Moksh Marg Prakash
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 410
________________ તમોએ લખ્યું જે સત્સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય સમજીએ છીએ. આવા પ્રકારના સત્સમાગમ ઉપાસવામાં જીવને ઘણા ઘણા છે. ' અંતરાય કર્મો પણ અડચણ રૂપ આવી જાય છે, તો તેવા અડચણકારક ! કર્મોના નિવારણ માટે શું પ્રયત્નો-શું પુરૂષાર્થ કેળવવાથી તે દૂર થઈ જ શકે. સત્સમાગમમાં ભલે અંતરાયો આવી પડે. પણ ઉપર લખી જાગૃતિમાં તો અંતરાય કોઈ નથી. જીવમાં જેટલો વૈરાગ હોય એટલો છે જ અભ્યાસ કરી શકે. અને વૈરાગ્ય અભ્યાસ વચ્ચે આ દેહે ઝળહળતો આત્મા પ્રગટ થયા વિના રહે નહિ. આત્મા પ્રગટ થયા પછી કર્મની ચિંતા રહેતી જ નથી. ઉદય અનુસાર ઉદાસીન ભાવે ક્રિયા પણ છે કે થતી રહે અને આત્મા રોજ નિરાવરણ થાય. બાકી તો કોઈક દિવસ ભેગા થઈએ તો ઘણા ખુલાસા થઈ શકે. કાગળની પહોંચ લખશો. દ: છોટાલાલ જીવ કેવળ જ્ઞાન સ્વરૂપ દેહથી જુદો હોવા છતાં સ્થૂળ દેહમાં તથા કર્મના ઉદયમાં દેહથી નવા કર્મ કરે છે. તેમાં પોતાપણું મનાયેલું છે તે જ જાગૃતિ રાખે કર્મોથી છૂટવાનો ઉપાય છે. પછી ભલે ગમે તે સંપ્રદાયનો હોય ગમે તો સાધુ હોય, ગમે તો ગૃહસ્થાવાસમાં હોય, ગમે તે સંપ્રદાયમાં હોય, પણ દેહધારીપણે કર્મના ઉદયમાં નવાં કર્મ કરે છે, તેમાં અને વિભાવ પરિણામને લીધે જ્યાં સુધી કેવળજ્ઞાનથી નીચેની ભૂમિકામાં રાગ દ્વેષ ચારિત્રમોહને લીધે હર્ષ-શોક, સુખ-દુ:ખ વગેરે . બધી દેહની અવસ્થામાં પોતે જ્ઞાનસ્વરૂપ આત્મા છે. એવી જાગૃતિ | રાખવાથી ધીમે ધીમે કર્મ અવસ્થાનો અભાવ (કર્મક્ષય) થશે. જેમ તેમ કરીને પોતે જળહળતો આત્મા છે, એવી ખાત્રી કરવાની છે. એવો નિશ્ચય બળવાન કરવાનો છે. કર્મની ચિંતા કરવાની નથી. પણ કર્મ પર અવસ્થામાં પોતે આત્મા છે, એ ચિંતા રાખવાની છે. વધારે ખુલાસાની જ જરૂર હોય તો આ કાગળ વાંચી જગજીવનભાઈ તમને સમજાવશે. દ: છોટાલાલ ! શ્રી સોભાઈ સી સલા ૩૭3 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448