________________
ત્યાં આવવાના માટે તથા આપના દર્શનની અભિલાષા કોને ન જ હોય અર્થાત્ તીવ્ર ઇચ્છા જ છે. પણ અંજળને હાથ વાત છે.
રતભાઈ તથા વ્રજલાલભાઈ કાળીદાસભાઈ તથા લાડકચંદભાઈ તથા જેઠાભાઈ વિગેરે તમામ મંડળે આપશ્રીને નમસ્કાર કહેવડાવ્યા છે. તે આપ સ્વીકારશો. એજ સંવત ૧૯૯૭ના શ્રાવણ સુદ ૪ સોમવાર તા. ૨૮-૭-૪૧
પ્રકરણ-૬ શ્રી લાડકચંદભાઈ માણેકચંદભાઈ વોરા પૂ. ગુરુદેવ શ્રી લાડકચંદભાઈ વોરાનો જન્મ સંવત્ ૧૯૬૧ના છે ફાગણ સુદ ૨, તા. ૮-૩-૧૯૦૫ના રોજ સાયલા તાબે ચોરવીરા ગામમાં પૂ. માતુશ્રી હરિબાઈની કૂખે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ માણેકચંદભાઈ છે.
ઉમર વધતા તેમને ભણવાની વ્યવસ્થા કરવાની હતી, અને તે મુજબ ચોરવીરા ગામમાં નિશાળ ન હોવાથી સરા ગામે ભણાવવાની વ્યવસ્થા થઈ, તે મુજબ માણસ સાથે ઘોડા ઉપર બેસીને ભણવા જતા હતા. એક દિવસ જેપુર ગામની સીમમાં બાપુએ (ઠાકોર સાહેબે) પોતાની ઘોડાગાડી ઉભી રાખીને પૂછ્યું “છોકરાઓ, તમને ભણવાનું આટલું બધું દુ:ખ છે?” પછી પોતાની પાસેથી એક સ્વાર આપીને સરા ગામે તેમના મામાને ત્યાં મોકલી આપ્યા અને પહોંચ લાવવા કહ્યું. - સરા ગામમાં મામાને ત્યાં રહીને એક વર્ષમાં ત્રણ ધોરણ પુરા છે કર્યા. તે ઉમરે પણ તેમનામાં ધર્મભાવના ભરેલી હોવાથી સવારે દરરોજ દેરાસર પૂજા કરવા જતા અને સાંજના આરતી ઉતારવા જતાં. આ એમનો નિત્યક્રમ હતો.
ભણવામાં એટલા બધા હોંશીયાર હતા, કે ત્રીજા ધોરણમાં હોવા
૩૭૮
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org