________________
જ જગતનું વિસ્મરણ કરવું.” “વિભાવથી મૂકાવું અને સ્વભાવમાં રહેવું છે. એ જ સમજવાનું છે.
લિ. છોટાલાલની શુભાશીષ . D પત્ર નં. ૫૯ જ
સાયલા, તા. ૨-૧૧-૧૮ જ ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
આત્મા અંદરથી ઊઠતા બધા ભાવોથી નિત્ય મુક્ત અબંધ એટલે કોઈથી ન બંધાય તેવો છે. એવી શ્રદ્ધા તે જ સમ્યક્દર્શન છે. આપણે
જીવ નામના પદાર્થથી જીવીએ છીએ, જાગીએ છીએ. શરત રાખીએ એ છીએ, તપાસીએ છીએ. આપણે આ શરીરમાં જીવતા જાગતા અખંડ ' ઊભા છીએ. એવો આપણો અનુભવ અથવા સ્વસંવેદન એટલે જ સમ્યકજ્ઞાન છે.
તે જ્ઞાન દર્શન સ્વભાવ આત્માનો છે. અને આપણે તે બાબત આરાધન કર્યેથી દશા અબંધી વિકલ્પ વગરના થઈએ તે નિરવિકલ્પ સ્થિરતા તે સમ્યક ચારિત્ર છે.
શરીર અથવા શરીરના કોઈ ધર્મોને તેમનું અસ્તિત્વ છે કે નહીં તેની છે પણ ખબર નથી. નવ તત્વમાંથી આઠ તત્વને કાંઈ ખબર નથી. શુભાશુભ કર્મના ઉદયને તથા તેના સુખદુઃખ રૂપ ફળને કંઈ ખબર નથી બાકી શરીરમાં બાઘડા જેવો (સિંહ જેવો) આત્મા બધાને જાણે કારણ જ્ઞાનગુણ અથવા ઉપયોગ લક્ષણ શરીરના અણુઅણુમાં ભરપુર છે.
જગતના લોકોને અજ્ઞાનથી મરણની ભ્રાંતિ છે. આત્મા તો તેઓના તે બંને સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો વહેવાર ચલાવવા મફતનો વેઠીયો મળ્યો છે. અને શરીરને તથા વહેવારને જ સાચું માને છે. તમો કોઈ રીતે થોડા દિવસ અત્રે આવો તો ખબર પડે કે વાશીદામાં સાંબેલું ખોવાયું છે.
૩૬૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org