________________
જડ =
કર્મધારા.
ચેતનનો સદાય ઉદય છે એટલે જ્ઞાનધારાનો સદાય ઉદય છે. એક ક્ષણ પણ અન્ઉદય નથી, નિત્ય છે.
જડ એટલે કર્મધારા ઉદય અસ્ત સહીત છે. એટલે અનિત્ય છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ (કાર્યણ) શરીર, બન્ને શ૨ી૨નો વ્યવહાર જ્ઞાનધારા વડે જ થાય છે.
જ્ઞાનધારાનો સદાય ઉદય છે એટલે તેની નિર્મળતા, સ્વચ્છતા, શુદ્ધતાને લીધે કર્મધારા જે ઉદય-અસ્ત સહીત છે તે દેખાય છે. જ્ઞાનધારામાં કર્મધારા દેખાય છે એમ કહેવું તે વ્યવહાર છે, પણ કર્મધારાના ભાન કાળે પોતાની જ્ઞાનધારા ભાસવી અથવા ચેતન દ્રવ્યની સ્વચ્છતા, નિર્મળતા ભાસવી તે નિશ્ચય છે. કર્મધારા ભાસવી એટલે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો-તથા મનના વિષયો સારા-નરસા ભાસવા એટલે કે દેહનો કોઈ પણ ધર્મ ભાસવો જેને ઉદય કહેવામાં આવે છે, જે ઉદય વિભાવયોગ એટલે કે પૂર્વે નિશ્ચિત કરેલો એવો ઉદય સ્વરૂપ કહેવાય છે. અજ્ઞાનીને આ ઉદય વખતે પોતાના સ્વરૂપનું ભાન નહીં હોવાથી એમાં જ પોતાપણું મનાય છે. એટલે સારા ભાવો તરફ રાગબુદ્ધિ થાય છે અને ખરાબ ભાવો તરફ દ્વેષબુદ્ધિ થાય છે. આને ભાવકર્મ અથવા વિભાવ પરિણતી અથવા આત્મબુદ્ધિએ રંજનપણે ક૨વામાં આવતો ભાવસ્વરૂપ વિભાવયોગ કહેવામાં આવે છે . અજ્ઞાનીઓને જે જે સ્થાનો આશ્રવદ્વાર છે, જ્ઞાનીઓને તે જ સ્થાનો પરિસવા એટલે સંવરદ્વાર છે. અજ્ઞાનીઓને દેહમાં જે સ્થળે શાતાઅશાતા દેહનો ધર્મ ભાસે છે, જ્ઞાનીઓને તે જ સ્થળોએ જ્ઞાનધારા અથવા સ્વજ્ઞેય ભાસે છે.
આ શરીરમાં રાત-દિવસ ઉપયોગ સ્વરૂપ આત્માનો મહિમા છે. પાંચ જ્ઞાન ઇન્દ્રિયો તથા મન તેમના વિષયોમાં પ્રવર્તે છે, છતાં પણ ઉપયોગનો જ મહિમા છે.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
૩૪૫
www.jainelibrary.org