________________
દેહના સંયોગમાં જે સ્થિતિ ઉત્પન્ન થાય છે તે બધી ચૈતન્યથી પર છે. આપણા જ્ઞાનની ઓછાશને લીધે તે સ્થિતિમાં મુંઝાઈએ છીએ, અથવા મોહ પામીએ છીએ. રાત દિવસ આપણા જ્ઞાન સ્વભાવનું અવલંબન લઈ જ્ઞાન સ્વભાવમાં જો જાગૃતિ વધતી જાય અને જ્ઞાન સ્વભાવ દૃઢ થઈ જાય તો ગમે તેવી સ્થિતિમાં માણસ મજાથી રહી શકે.
દેહના ધર્મોથી નહીં મુંઝાતા જાગૃતિ વધારવાની જરૂર છે. “કેવળ અંતર્મુખ ઉપયોગે સતત જાગૃતિ તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે.” એક
સમય પણ બહિર્મુખ ઉપયોગ ન થવા દેવો તેને શ્રી તીર્થકર માર્ગ કહે જ છે.” એમ કૃપાળુ દેવ કહે છે. આરાધક જીવને આ વાત સ્પષ્ટ
અનુભવમાં આવે તેમ છે. જેમ જેમ જીવ સમ્યગુદર્શનને પ્રાપ્ત થઈ સ્વભાવ સુખને પ્રાપ્ત થાય તો પછી તેને અતિ ઇન્દ્રિય જ્ઞાન અને સુખ વિના ચેન પડશે નહીં.
* લિ. છોટાલાલના શુભાશિષ | 0 પત્ર નં. પ૩ ૪
સાયલા, તા. ૫-૭-૯૮ * ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા જ જત તમારું પોસ્ટકાર્ડ તા. ૨૭ નું વાચી આનંદ થયો. આવા
વિષમ કાળમાં તમારા જેવા મોક્ષના ઇચ્છક જીવો રહેલા તે જાણી ! આ પ્રમોદ થાય છે.
દ્રવ્ય-અનંત ગુણો અને તેની સમયે સમયે પરિણતિ પર્યાય અવસ્થાનો જ સમૂહ તે દ્રવ્ય. અથવા આત્મા અથવા અંશી.
ગુણો-હમેશાં દ્રવ્યની સાથે કાયમ રહ્યા છે એટલે સહવરતી ગુણો | કહેવાય.
પર્યાય-દ્રવ્યમાં સમયે સમયે અનંત ગુણોનું પરિણમન તે પર્યાય છે. [ અવસ્થા અથવા અંશ કહેવાય.
૩૬૦
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org