________________
) પત્ર નં. ૩૮ જ
સાયલા, તા. ૧૩-૨-૧૬ ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૮-૨ નું લખેલ મળ્યું, વાંચી આનંદ છે. થયો છે.
સત્કૃતનું વાંચન ચાલુ કર્યાના અને દર રવિવારે જગજીવનભાઈ જ પાસે જઈ સત્સંગનો પરિચય મનથી કર્યાના સમાચાર જાણ્યા-આ
કાળમાં આવી રૂચિ થવી પણ દુર્લભ છે. પાંચ જ્ઞાનઇન્દ્રિય અને મન તેનો વિવેક રાત દિવસ કરશો. બંને શરીરનો એટલે કે સ્થૂળ શરીર, અને પાંચ જ્ઞાન ઇન્દ્રી તથા મન (સૂક્ષ્મ શરીરનો વહેવાર જ્ઞાનથી
અથવા ઉપયોગથી થાય છે) દરેક-દેહ તથા જ્ઞાન ઇન્દ્રી, કર્મ ઇન્દ્રી * શરીરના ધર્મોથી, ઉપયોગ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આત્મા જુદો છે અને
અસંગ છે એટલે એમાં ભળી શકે તેવો નથી. અને તે ચૈતન્ય સ્વરૂપ આત્મા આપણે પોતે છીએ. આત્મા સિવાયનો બધો વહેવાર અસતું છે એવી રાત દિવસ જાગૃતિ રાખશો. તો આ વિષમ કાળમાં કામ થઈ જાય તેવું છે. વધારે શું લખું ?
- દર છોટાભાઈના શુભાશિષ 0 પત્ર નં. ૩૯ .
સાયલા, તા. ૧-૩-૬૭ ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટ કાર્ડ તા. ૨૧-૨ નું લખેલ મળ્યું વાંચી આનંદ થયો છે. તમોને પરમાર્થ માર્ગની જિજ્ઞાસા થઈ છે અને તેના માટે કે ભાઈ જગજીવનભાઈ સાથે સત્સંગ કરી સતુ માર્ગ સમજવાનો પ્રયાસ :
કરો છો, તે જાણી પ્રમોદ થાય છે.
૩૫ર
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org