________________
આપણા આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી. આ વિચારદશા એ જાગૃત દશા કહેવાય, સ્થિરતા કહેવાય, ચારિત્ર દશા કહેવાય. અને અજાગૃતપણામાં ચારિત્ર દશા ઉપર આવરણ કહેવાય પણ સમકિત ઉપર આવરણ નથી.
તમારો આ પ્રકારનો નિશ્ચય બળવાન છે એટલે પ્રમોદ આવે છે. દ : છોટાલાલના આત્મવંદન
O પત્ર નં. ૫ G
ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી
તમારો તા. ૨૬-૭-૬૫ નો પત્ર ગઈ કાલે મળ્યો, તે પત્ર આખા મંડળને વંચાવ્યો. સૌ રતિભાઈની પરમાર્થવૃત્તિ (નિશ્ચય), આવા બળવાન અસાતાના ઉદયમાં નિશ્ચયનું બળવાનપણું જોઈને સૌને આનંદ થયો છે. મેં એક કાગળ રતિભાઈ ઉપર લખ્યો છે. પરમાર્થ સંબંધી તેનો સાર મારી હાજરી તુલ્ય જ છે.
સાયલા, તા. ૨૮-૭-૬૫
ટુંકમાં લખું તો ભ્રાંતિ અથવા મિથ્યાત્વને લઈને આ દેહ ધારણ કરવો પડ્યો છે. ભાંતિ અને તેના સંસ્કારો એવી ચીજ છે જે જેમ રજ્જુ (દોરી)માં સર્પ દેખાયા કરે તેમ આત્મ સ્વરૂપમાં ઉદય અથવા પરદ્રવ્યના સંયોગો વિયોગો ભાસ્યા જ કરે. એ બધી પ્રતિભાસીક વસ્તુ કહેવાય અને પ્રતિભાસીક વસ્તુ હંમેશાં ખોટી જ હોય.
આત્મસ્વરૂપ, બહારનું જગત અને અંદરનું જગત જોવાને માટે એક અરૂપી અરીસો છે. જે અરીસામાં ક્યારે પણ કાંઈ પણ ફે૨ફાર થતો જ નથી. ઉદય ગમે તેવો બળવાન હોય પણ આત્માથી આત્મા ને ચેતનનું કાંઈપણ કરી જ શકે નહીં.
૩૨૦
તમો તથા ઇશ્વરભાઈ અવાર નવાર રતિભાઈ પાસે જતા રહેશો એટલે એમને પણ આનંદ આવશે. રતિભાઈ પાસે પરમાર્થ સાથીમાં
Jain Education International
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
www.jainelibrary.org