________________
“સ્વાદ સુધાનો જાણતો રે, લાલિત હોવે કદનો રે,
પણ અવસર જો તે લહેરે, તે દિન માને ધન્ય રે.' આ પુરુષાર્થથી વિભાવ પરિણતીનો ઉચ્છેદ થાય છે અને સ્વપરિણતીનું ગ્રહણ થાય છે, આત્માનો અધ્યાસ વધે છે અને દેહાધ્યાસ ઘટે છે. હું છે દેહ છું એ બુદ્ધિ નષ્ટ થાય છે. હું આત્મા છું એ બુદ્ધિ દૃઢ થતી જાય
છે. ઉપયોગની પ્રસિદ્ધિ થયા પછી આત્મા ગમે તેટલા વિભાવોથી ઘેરાયેલો હોય તો પણ તે નિત્ય મુક્ત લાગે છે. વિભાવિક ભાવો તથા મન, વચન, કાયાના યોગથી થતી ક્રિયા આત્માને સ્પર્શી શકતી નથી. ધ્યાતા એટલે આપણો ઉપયોગ (અંતરાત્મા), ધ્યેય એટલે જ્ઞાન સ્વભાવ (પરમાત્મા) સાથે એકાગ્ર થતો જાય. આયુષ્યનો બંધ ન પડ્યો હોય એ જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થતા સુધી દેવગતિ અને મનુષ્ય ગતિ જ મળે. મતલબ આના ફાયદાનું પાણી વર્ણન કરી શકે તેમ નથી. આયુષ્યનો બંધ પડ્યો હોય તો પણ સમ્યક્રદૃષ્ટિ જીવ નારકી તથા તિર્યંચમાં સમભાવે રહી શકે છે. જે માટે શ્રેણીક મહારાજ એજ.
દ: છોટાલાલ છે 0 પત્ર નં. ૧૫ %
સાયલા, તા. પ-૭- બેન રમાબેન, મોરબી
જત તમારો ઇનલેન્ડ પત્ર તા. ૨૯-કનો લખેલ મળ્યો, વાંચી સર્વે છે ભાઈઓને ખૂબ આનંદ થયો છે. . દેહધારીપણું એટલે સ્થૂળ શરીર એટલે વિભાવ પર્યાય, એટલે 1 અનિત્ય-પર્યાય, તેની સંતતિ પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા મન તથા તેના વિષયોની સ્મૃતિ ને વિભાવ ભાવો. આ સર્વે વિભાવ ભાવો તથા તેની વિભાવિક ક્રિયા, સર્વેથી જ્ઞાન સ્વરૂપ આત્મા જુદો છે, એવી જાગૃતિ રહેવી તે જ્ઞાન ક્રિયા અને એજ જાગૃતિ આપણને નિશ્ચય પ્રત્યે લઈ જ જાય છે, અને આત્મામાં સ્થિતિ કરાવે. આવો સર્વ જ્ઞાની પુરુષોનો છે
૩૩૦
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org