________________
અનુભવાય છે તે કર્મદશા છે. આપણા જ્ઞાનમાં આપણે દેહાધ્યાસ
એટલે કર્મદશા જ અનુભવાય છે. એટલે બધી આપણા જ્ઞાનની નિર્મળતા જ છે માત્ર યાદ કરવાની જ જરૂર છે. જ્ઞાન વડે અથવા ઉપયોગ વડે ? છે આખા શરીરનો સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરનો વહેવાર ચાલે છે. તે
દઃ છોટાલાલના શુભ આશીષ એ પત્ર નં. ૨૧ જ
સાયલા, તા. ૪-૧-૯૮ ચી. બેન પુષ્પાબેન, મુંબઈ
જત તમારો ઇનલેન્ડ પત્ર તા. ૧૧ નો લખેલ મળ્યો, વાંચી આનંદ થયો. તમારો પત્ર વાંચતા જાણ્યું કે તમારો પુરુષાર્થ ચાલુ છે એ જાણી પ્રમોદ થાય છે.
તમારા જેઠાણી ઇન્દુબેનના અવસાનના સમાચાર મને છાપા દ્વારા મળ્યા હતા. એ ઉપરથી મેં શ્રી નટુભાઈને આશ્વાસનનો પત્ર લખ્યો હતો અને તેનો જવાબ તેમના તરફથી આવી ગયો હતો.
તમારો મૃત્યુના ભય પ્રકૃતિનો પ્રશ્ન છે. જવાબમાં લખવાનું છે કે તમો લખો છો કે જેટલા મનના ઘોડા ઉઠે છે તેના સાક્ષી તરીકે રહી શકાય છે. પહેલા જે ભળેલા જ રહેતા હતા તે હવે ક્રમે ક્રમે
છૂટું રહેવાય છે. એ હિસાબે તમે ભય પ્રકૃતિ જે ઉછળી સામે આવે છે ' છે તેના સાક્ષી ખરા કે નહીં ?
સાક્ષી આત્મા હંમેશાં નિર્લેપ, અપરિણામી, તથા અક્રિય છે. તેમાંથી ઉપયોગનો કે જ્ઞાનનો પ્રવાહ ચાલ્યો આવે છે. આપણા જ્ઞાનનો પ્રવાહ ! કે ઉપયોગનો પ્રવાહ કે નિર્લેપ આત્માની સમય સમયની જ્ઞાન અવસ્થા, !
તે દેહના ધર્મો તથા મનના ધર્મો, સુખ દુઃખ કે જ્ઞાન કે જ્ઞાન ઇન્દ્રિયોના વિષયોની સાથે બંધાયેલા છે. એટલે દરેક પ્રકૃતિના ઉદય વખતે
આપણે જાગૃતિ રાખવાની કે આપણે તો નિર્લેપ ચેતન છીએ, સાક્ષી છે - છીએ, પ્રકૃતિનો ઉદય આપણા નિર્લેપ સાક્ષી આત્મામાં નથી. પણ
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org