________________
કૃપાળુદેવે એક ઠેકાણે લખ્યું છે કે “અપ્રમત્તધારી ને નહીં વિસ્મરણ કરતું એવું મન વર્તમાન સમયે ઉદય પ્રમાણે વરતે છે.” વળી કહે છે ' કે “હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એમાં સંદેહ શો ? પણ વિશેષ ને વિષે જે ! છે. ન્યુનાધિકપણું વરતે છે તે જો મટે તો અખંડાકાર -અનુભવ સ્થિતિ છે [ રહે. તેમ વરતે જવાય છે એ સુપ્રતિત છે.” 1 ક્ષયોપશમ્ જ્ઞાન થયા પછી આપણું જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ ગમે તેવા બળવાન ઉદયથી બદલાતું નથી એ જ નક્કી કરવાનું રહ્યું, આ એટલે ક્ષયોપશમ્ જ્ઞાનને બદલે આપણું સામાન્ય જ્ઞાન સ્થિર થયું કહેવાય. ક્ષયોપશમ્ જ્ઞાનમાં બુદ્ધિની અને ઉપયોગની અસ્થિરતા છે, જ્યારે સામાન્ય જ્ઞાન સ્થિર થાય તો અસ્થિરતા હટી જાય છે. ખૂબ છે
ખૂબ વિચાર કરી, અનુપ્રેક્ષા કરી પોતાનું જ્ઞાન સ્વરૂપ હંમેશ સ્થિર છે. અને ફેરફાર વગરનું છે, એ જ નક્કી કરવાનું છે. ઉપરના લખાણમાં છે [ કાંઈ ભૂલ જણાતી હોય તો લખી જણાવશો.
* દઃ છો. મ. દેસાઈ ' ) પત્ર નં. ૨ જ
- સાયલા, તા. ૯-૮-૧૩ જ છેભાઈ ઈશ્વરલાલ, મુંબઈ
જત તમારો પત્ર વાંચી પ્રમોદ થયો છે. તમો તમારી સમજણ છે મુજબ બનતો પુરુષાર્થ કરો છો અને તમારી મુંઝવણ જ બતાવી આ આપે છે કે તમો સાચો પુરુષાર્થ કરો છો. સત્સંગ રહેતો હોય તો વધારે છે ઉકેલ થઈ શકે.
આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ અરૂપી દ્રવ્ય એનો ગુણ ? પણ જ્ઞાન અરૂપી, એનું પરિણમન એટલે ક્રિયા એ પણ અરૂપી એટલે કે જ્ઞાનધારા કહેવાય, કારણ આત્મામાં જ્ઞાનનું જ પરીણમન છે. કર્મધારા ! એટલે જડ, પુદ્ગલ દ્રવ્ય પણ જડ, ગુણ પણ જડ અને પરિણમન એટલે જ ક્રિયા પણ જડ. એ બધું રૂપી પદાર્થ. કૃપાળુદેવે કહ્યું છે કે :
૩૧૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org