________________
ત્યાગી ભયી ચેતન, અચેતનતા ભાવ ત્યાગ, ભાલે દષ્ટિ ખોલિકે, સંભાલે રૂપ અપના.
સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે ! છે છે તે મુક્ત છે. છે બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે.
અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે કે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે.
પત્ર ક્રમાંક ૭૮૦ઃ સો. ( છે જેને કોઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી તે મહાત્માને વારંવાર
છે નમસ્કાર.
પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ ગુણ સંપન્ન શ્રી સોભાગ,
પરમ યોગી એવા ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં છે સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે, તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમજ્ઞાની પુરુષનો નિશ્ચય છે.
૧૦૬
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org