________________
નહિ. સમજાવું અને અનુભવવું આ બે શબ્દોમાં ઘણો ફેર છે. સ્વરૂપની અપેક્ષાએ સર્વ સમજાયું છે, અનુભવાયું છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ સર્વ સમજાયું છે પણ એક દેશ બાદ કરતાં સર્વ અનુભવાયું છે તેમ લાગે છે. પછી તો હોય તે ખરું.
પ્રાપ્ત થયેલા સત્ સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. અપૂર્વ સમાધિ તે જ કહી શકાય કે પ્રાપ્ત થયેલા સસ્વરૂપમાં જ સ્થિતિ રહે. સ્થિતિ કહો-સ્મરણ કહો તે બન્ને એક જ છે. પ્રાપ્ત થયેલું
સત્ય સ્વરૂપ કોને કહેવું ? આ પ્રશ્ન આંહિ તમને ઉદ્ભવશે. તો સત્ય જ સ્વરૂપ અવ્યક્ત રીતે અને વ્યક્ત રીતે બે પ્રકારે પ્રાપ્ત થાય છે. આ
સમજણથી શ્રદ્ધાપણે નિશ્ચય થવો તે અવ્યક્ત સ્વરૂપ પ્રાપ્તિ, અને જ અનુભવથી તેની સાક્ષાતુ પ્રાપ્તિ થવાથી આત્મ સ્વરૂપને વેદ, અનુભવે ?
તે વ્યક્ત રીતે અનુભવ પ્રાપ્તિ કહેવાય. આ મુજબ તમારા પ્રશ્નોનો છે 1 જવાબ અમને સમજાય છે; તે મુજબ જણાવેલ છે. બાકી તો જ્ઞાની !
ગમ્ય છે. પણ ખરી વાત એ છે કે સાચો રંગ લાગ્યા વિના આ માર્ગની છે | મઝા આવતી નથી. અને સાચા રંગ વિના આ માર્ગમા સુખનો અનુભવ થતો નથી. તેથી આ શું હશે ? આ શું કહ્યું હશે ? તેવા વિક્લપ ઊઠ્યા
કરે અને તે બધા વિકલ્પ ઘટવાનું સાધન સત્સંગ છે. સત્સંગ વડે * જ્યારે જીવને નિઃશંકતા પ્રાપ્ત થાય તો જ નિર્ભયતા આવે અને જે
નિર્ભયતા થયે અસંગતા ઉત્પન્ન થાય છે, આવું કૃપાળુદેવનું વાક્ય છે. ' પણ બધી હકીકત માર્ગે એક લક્ષથી ચાલવાના માટે જેનો રાતદિવસનો !
સતતું પ્રયાસ છે તેને માલમ પડે છે. લખવાથી કે વાંચવાથી તેની ખાત્રી થતી નથી.
હંમેશાં આ જીવ પોતાના અલ્પપણાનો ગુણ હોય તો તે તરફ દૃષ્ટિ વારંવાર કરે છે. ને હું આટલું સમજું છું, જાણું છું, હું ઠીક છું એવું 1 બીજાને બતાવવાનો પ્રયાસ કરે છે, પણ પોતાનાં દોષ તરફ દૃષ્ટિ
કરતો નથી કે મારામાં હજુ તો ઘણાં દોષ ભરેલા છે. તે ઘટાડ્યા વિના જ સત્સુખની પ્રાપ્તિ કેમ થાય ? ભાઈશ્રી, ઘણું જાણવાનું અને ઘણું
સમજવાનું છે તે સત્સંગ વિના કેમ સમજાય ? હજુ કેટલાક દોષો જ છે એવા હોય છે કે જે આપણા સમજવામાં પણ નથી હોતા. જે પુરુષને છે
[ શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org