________________
પ્રકારે તમે ઘટાડેલ છે. હવે આ જેને સંપૂર્ણપણે ઘટ્યા હોય તેને મોક્ષ છે નજીક જ છે. તેના માટે ૭૮૩ના છેલ્લા ત્રણે પેરેગ્રાફ વાંચશો.
હવે આરંભ પરિગ્રહ તથા દેહ પ્રત્યેથી મોહાશક્તિ તથા માયાવી પદાર્થો પ્રત્યે સરાગ દશા વિગેરેનો નાશ કરવાની પ્રવૃત્તિ, તે વિચાર
શ્રેણીએ અને વૈરાગ્ય દશાથી બને છે. દેહ ગમે તેમ હોય તો પણ તે આ વિચાર કરવામાં બાદ ન આવે.
હવે તમે જે નિર્વિકલ્પતા માટે લખો છો, તો તમને હું એટલું જ લખું છું જે સૌભાગ્યભાઈને છેલ્લા અવસાન વખતે છેવટની ભલામણ * શ્રીકપાળુ દેવે જે લખી છે તે તમે ઘણી વખત વાંચી છે છતાં આમ જ
આડાઅવળા બાચકા ભરવાનું મન થાય છે. જો તમે લખો છો તે નિર્વિકલ્પતાની જરૂર હોત તો છેવટની ભલામણમાં અસંગ દશા અને ! * નિર્મોહીપણું થવાની ભલામણ કરત નહીં. માટે ફરીવાર વાંચવા આંક
૭૭૯નો નંબર ચોથો વાંચશો. તથા આંક ૭૮૦-૭૮૧ પણ વાંચશોજ વિચારશો. જ્ઞાની પુરુષને ખરી રીતે ઓળખ્યા ક્યારે કહેવાય કે તેનાં જ છે વચન ઉપર દ્રઢ નિશ્ચય આવવો જોઈએ, તે તમો કરી શકતા નથી
તેમજ નિર્વિકલ્પતા વિગેરે સહેજે થવાનું જે સાધન મહાનમાં મહાન છે છે તે તમને મણીભાઈએ ઓછી દશામાં બતાવેલ છે, તે ઉપરનો કાંઈ છે ( દ્રઢ નિશ્ચય થયે તમો કંઈ કરી શક્યા નહીં. જો કરી શક્યા હોત તો
આ બધો ડામાડોળ થવાનો વખત આવત નહીં, તેમ જ સામું મારે તમને પુછવા આવવું પડત, કારણ કે તમને ઘણી નિવૃત્તિ હતી પણ 1 કોઈ રીતે તે ઉપર તમારો દ્રઢ નિશ્ચય થયેલ નથી, અને તે નહીં થાય ?
ત્યાંસુધી સ્થિતિ ડામાડોળ થયા કરે તેમાં નવાઈ પણ નથી. આ બાબત ઘણી જ લખવાની હોય પણ કાગળ કેટલી લખાય ?
એક માણસ લુગડાને કેળવ્યા વિના (ફટકડીનો) પાહ દીધા વિના ગજીયાના રંગમાં બોળી ગજીયો બનાવે તો લાલ તો થાય પણ વેપારી તેને વધેરે તો અંતરંગમાંથી ધોળી ધુમ જણાય ખરી. એક માણસ તે જ છે રંગમાં લગડાને પ્રથમ કેળવી (ફટકડીનો પાહ દઈ)ને ગજીયો રંગે, છે તેને અંતરગ લાગવાથી તે ગજીયો વધેરે તો ધોળી ધુમ જણાય નહીં.
૨૪૨
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org