________________
પ્રથમ આ બે પ્રશ્નો તમારા છે. સુધાની ધારા પછી જો ખરી ભક્તિની લય આવે, (જેને પરાભક્તિ કહે છે તે) તો પોતાના હૃદય મંદિરમાં પોતાની ભાવના મુજબ દર્શન થાય ખરા. અને તે દર્શનને જ સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ કીધી હોય તેમ કૃપાળુદેવના લખાણ ઉપરથી લાગે છે.
બીજું આ પત્ર શ્રી સૌભાગ્યભાઈ ઉપર લખાયેલ છે. સોભાગ્યભાઈએ, જ્ઞાન પ્રાપ્તિ કરાવ્યા પછી કૃપાળુદેવને પુછાવેલ હશે કે તમને હવે જે જ્ઞાન થયું તે પરોક્ષ જ્ઞાન કે અપરોક્ષ જ્ઞાન. આના જવાબમાં કૃપાળુદેવ લખે છે કે જ્ઞાનના પરોક્ષ, અપરોક્ષ વિષે અત્રે પત્રથી લખાય તેમ નથી. તેનું કારણ પણ એમ જ લાગે છે કે પોતાને પ્રત્યક્ષ દર્શન-સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ છે તેથી પરોક્ષ જ્ઞાન કેમ કહેવાય ? તેમ જ સંપૂર્ણ કેવળજ્ઞાન, કેવળદર્શન નથી થયું ત્યાં સુધી અપરોક્ષ જ્ઞાન પણ કેમ કહેવાય. તેથી પત્રમાં લખતા દોષ આવે માટે રૂબરૂમાં આવી બાબતના ખુલાસા વધારે ઠીક થાય. તેથી તેમ લખેલ હોય તેવું લાગે છે.
સાકારરૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ તે શું ? તેના જવાબમાં... છોટમ જ્ઞાની પુરુષ હતા. તે તેમની વાણી કહી આપે તેવો વિષય છે. વળી તેમનામાં પરા ભક્તિની લય વિશેષપણે તેની વાણી દ્વારા જાણવાથી તેમને સાકારરૂપે હરિની પ્રાપ્તિ થઈ હોય તેમ કૃપાળુદેવને લાગવાથી લખેલ છે. આ બાબત સ્પષ્ટ લખું છું કે, કેટલીક બાબતનું લખાણ કૃપાળુદેવનું જૈન શૈલીમાં વિરોધ આવે તેવું બીજાઓને લાગવાથી અપ્રગટ રાખેલ છે. પણ જેને સાક્ષાત્ પ્રાપ્તિ થઈ છે તે પુરુષ તો જૈન દર્શનમાં તે કહ્યું હોય કે ન કહ્યું હોય પણ પોતે તો કહ્યા વગર કે લખ્યા વગર રહેતા નથી. માટે તેવા પ્રકારનું લખાણ અપ્રગટ રાખેલ છે. પણ સાક્ષાત્ પ્રાપ્તિ થાય છે તે વાત ખરી છે. અને તે બાબત કૃપાળુદેવનું લખાણ અપ્રગટપણે છે પણ ખરૂં. જગતનું અધિષ્ઠાન પણ કોઈ છે ખરૂં તેવો મત પોતે દર્શાવેલ છે. પણ જૈનદર્શનમાં તે વાક્ય વિરોધી લાગવાથી તે લખાણ પુસ્તકમાં પ્રગટ નથી કરેલ. તે કોઈ વખત
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
૨૦૧
www.jainelibrary.org