________________
આવશો તો આપને જણાવીશું. માટે સાકાર રૂપે પ્રત્યક્ષ દર્શન તે હરિની પ્રાપ્તિ થઈ હોય તેમ તે કહેતા હોય તેમ લાગે છે.
જે રસ જગતનું જીવન છે તે રસનો અનુભવ થયા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે તેના જવાબમાં જાણશો કે :
ઘણા જીવોને આત્મા અરૂપી હોવાથી તેના ઉપર અતિશય પ્રેમ છે ભક્તિની લય આવવી મુશ્કેલ છે. માટે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે તેમ ગણી સાકાર રૂપે હરિની પરમ ભક્તિ પ્રાપ્ત કરવાથી અને તે થવાથી સાક્ષાત્ દર્શનની પ્રાપ્તિના લીધે તેના પ્રત્યે ભક્તિની લય વધારે ઉલસીત થાય છે. હવે જે રસ જગતનું જીવન છે તેને તો તમે સમજો છો પણ તેની પ્રાપ્તિ થયા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે ? અને તે થવાનું કારણ ઉપર કહ્યું તે બળવાન સાધન છે. આ પરાભક્તિ ઉત્પન્ન ) થતાં જ કૃપાળુદેવ લખેલ છે કે –
અમારું ખાવું હરિ, પીવું હરિ, ઉઠવું હરિ, બેસવું હરિ” વિગેરે જ લખાણ કરેલ છે. તે પરાભક્તિ ઉત્પન્ન થવાથી લખેલ છે. અહિ સ્વભાવ પરિણતી છે. આવી દશા જ્યારે પ્રગટ થાય છે ત્યારે વિભાવ " પરિણતીને અવકાશ હોતો નથી. બીજું મોટું આશ્ચર્ય તો એ જ છે કે આપ જેવાને સમ્યકજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ ) છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત થતો નથી. તેના જવાબમાં જાણશો ? કે-શ્રી સોભાગ્યાભાઈને જે રસ જગતનું જીવન છે તે રસ સંબંધી તો જ્ઞાન હતું જ. માટે તે સમ્યકજ્ઞાનનું બીજ પણ છે, અને પરાભક્તિનું મૂળ પણ તે જ છે. હવે તેની પ્રાપ્તિ તો તમને છે છતાં ત્યાર પછીનો છે
ભેદ કે જે પરાભક્તિ અમને ઉત્પન્ન થઈ, સાક્ષાત્ પ્રાપ્તિ પોતાના ! જ હૃદયમંદિરમાં હરિની થઈ તે તમને કેમ થતી નથી. અને થઈ પણ જ નહોતી તેનું કારણ એ જ હતું કે યથાર્થ બોધની ખામીના લીધે સાંસારીક વૈભવનો મોહ, સાંસારીક સુખનો મોહ અને નિરંતર સત્સંગની ખામીના લીધે ત્યાર પછીનો ભેદ પ્રગટ થતો નથી. તેનું ભાન કરાવવા ખાતર તેમ લખેલ હોય તેવું લાગે છે.
૨૬ર
શ્રી સોભાગ્યભઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org