________________
૧ ૩. ત્રીજા સમકિતની વ્યાખ્યા-“ક્ષાયિક સમકિત.” છે. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ,
ઉદય થાય ચારિત્રનો, વીતરાગપર વાસ... ૧૧૨. આ દોહરા તમને સમજાય તેમ છે, એટલે વિશેષ અર્થ કરેલ છે નથી. હવે તમે લખો છો કે શું કરવાથી સમકિત પમાય ? ત્યારે હવે તમે જે કરો છો તેથી બીજું નવું શું કરવું તે વિચારશો. પણ ઉપરના પહેલા બે સમકિત તો, જો તમે વિચારશો તો તે તમને થઈ
ગયા છે તેમ માલમ પડશે પણ સમકિતની ભૂમિકાની અને તે દશાની 1 તમને વાસ્તવિક રીતે સત્સંગની ખામીને લીધે ઓળખાણ નથી પડી, જે એટલે આ શંકા ઊભી થાય છે.
હવે વિશેષમાં જાણશો કે જ્યારથી તમને આ વસ્તુની પ્રાપ્તિ થઈ છે ત્યારથી જ ખરા સમકિતની પ્રાપ્તિ થઈ ગણાય. પણ જો ખરી શ્રદ્ધા વસ્તુ ઉપર આવેલ હોય તો હવે જ્યારથી તે વસ્તુ ઉપર શ્રદ્ધા છે. આવે ત્યારથી સમકિત તો છે જ અને આ સમકિત પામે એને સોળમો ભવ તો નથી જ. કદાચ આ સમકિતને જ્ઞાની પુરુષે ઉપશમ સમકિત ગણેલ છે, અને તેથી દશા વધારે તો ઉપર કહ્યું તેવું ક્ષાયિક સમકિત
થાય તો ત્રીજે ભવે મોક્ષ થાય. કાંઈ પણ ન કરે તો પણ જો ખરી શ્રદ્ધા છે હોય તો પંદર ઉપર સોળમો ભવ નથી. તો તમને સમકિત તો છે જ. તે
તેથી વિશેષ દશા છે, પણ દશાની ઓળખાણ પડતી નથી તેથી શાંતિ થતી નથી. આ વિષે વધારે ખુલાસો આંક ૭૬૯માં પંચાસ્તિકાય પ્રથમ અધ્યાય તે મથાળાનો લેખ ક્રમવાર વાંચશો તો તેથી વિશેષ સમજાશે. તેમાં તમે પહેલી ચાર કલમ વાંચશો તો તમારું સમાધાન તેમાં આવી જાય છે, હવે સમકિતની વ્યાખ્યા વધારે સમજવા માટે નીચે મુજબ છે લખું છું તે વાંચશો.
કર્મની સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમતિ થાય. હવે સાત કઈ જ છે કઈ તે નીચે લખેલ છે.
ક્રોધ, માન, માયા, લોભ એ ચાર પ્રકારની અનંતાનુબંધી કષાયની
૨૫૪
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org