________________
હે આર્ય જનો! તે બાબતે પુછાવ્યું તેનો ખુલાસો તમે લખો છો કે હગજીવને કીધેલ છે તેમ તમે લખ્યું છે તે મને પણ હરજીવન આંહીં આવેલ ત્યારે તે વાત કરી હતી, છતાં અમે તો તે નિશ્ચયને કબુલ કરી શકીએ તેમ નથી. અને તમને તે લાગે છે માટે જ તે પ્રાપ્ત કરવા જ ડામાડોળ થયા કરે છે અને તેથી તમને શંકા રહીત થવા માટે બનારસીદાસનું દૃષ્ટાંત આ કાગળમાં પ્રથમ જ તમોને લખ્યું છે. તો તે બાબત તમારા હૃદયમાં ઉતરે ત્યારે કામ આવે. આમાં હઠથી કદાચ ક્લાસ બે કલાકની નિર્વિકલ્પતા થતી હશે, પણ અહીં ધનો ભગત કણબી છે તે ચાર ચાર કલાકની સમાધિ કરે છે અને શરીર ઉપર એરૂ આ જેવું જનાવર ચડે તો પણ ભાન નહીં, છતાં તે દશા, જાગૃતિપૂર્વક આત્માને આત્મભાવમાં જ અનુભવ કરે છે તેવા જ્ઞાની પુરુષના મુકાબલે તે મૂઢ દશા છે. છતાં તમને અમુક નિશ્ચય ઉપર શ્રદ્ધા વિશેષ હોય તો તે તરતમાં નિશ્ચય છોડી દો તેમ હું કહેતો નથી, પણ તમે બરાબર વિચાર કરી, પુસ્તકમાં લખ્યા છે તે દાખલા વાંચી કાંઈ ફેરફાર નિશ્ચયમાં કરવો ઘટે તો કરશો.
હવે કેવળ સમવસ્થાન સ્થિતિ ન થાય ત્યાં સુધી ધ્યાન અને સ્વાધ્યાયમાં જ રહો તેમ સાહેબજીએ લખેલ છે, તે ઉપરથી પુછાવ્યું તો તે બાબત છે જાણશો કે :
આત્મા તમામ અન્ય પદાર્થ રહીત સંપૂર્ણ વીતરાગ દશાએ અસંગ દશાનો અનુભવ કરી ન શકે ત્યાં સુધી તમો ધ્યાન અને સ્વાધ્યાયમાં રહો તેમ લખ્યું છે. તેનો અર્થ સ્વાધ્યાય એટલે પવિત્ર ગમે તે આત્મરૂપ ભગવાનના નામનો જાપ અથવા સ્મરણ કરવું તેનું નામ સ્વાધ્યાય છે. હવે ટુંકામાં જ્યાં સુધી કર્મો તથા કર્મની પ્રકૃતિઓ સત્તામાં છે ત્યાં
સુધી સંકલ્પ-વિકલ્પ, પ્રકૃતિનું કાર્ય હોવાથી ઉક્યા વિના રહે નહીં. છેકદાચ હઠથી સ્થળ સંકલ્પ વિકલ્પ રોકે પણ સૂક્ષ્મપણે સંકલ્પ વિકલ્પ છે
રોકાય જ નહીં. છતાં એક વખત એમ પણ કહો કે તે પણ રોકાય તો
પણ સાથે આત્મદશાનો અનુભવ જાગૃતપણે ન હોય તો તેથી કાંઈ જ છેવળવાનું નથી.
( શ્રી સૌભાગ્યાભાઈ અને સાયલા )
૨૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org