________________
ચાલવા જ માંડે છે. હવે જો મારગ આવો હોય તો પંથ કપાણા વિના કેમ રહે ? વળી સંસાર વધવાનું મુખ્યમાં મુખ્ય બીજ તો રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણ છે. તે રાગદ્વેષની નિવૃત્તિ તેઓ સદ્દગુરુના પ્રતાપે સહેજે કરી શકે છે. આ બધું જાણ્યું તે ફક્ત રાગ-દ્વેષ અને અજ્ઞાન છે ટાળવાને માટે છે. જેના વચનથી તે ટળે તે જ મોક્ષનો મારગ છે.
રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ, .
થાય નિવૃત્તિ જેહથી, એ જ મોક્ષનો પંથ.” આ સિવાય બીજો મોક્ષનો પંથ જ્ઞાની પુરુષો કહેતા નથી. હવે તે નિવૃત્તિ મારા ધારવા પ્રમાણે ઘણા પ્રકારે તમને થઈ છે, છતાં તમે ઠરીને બેસતા નથી. શાંત થતા નથી તેનું શું કારણ ? તે વિચારશો. આ
એક આત્મવૃત્તિ, ગમે તેવી સ્થિતિમાં અન્ય સ્વરૂપથી રહિત, સતુંચિત્ આનંદ સ્વરૂપ હું પોતે છું. સહજ આત્મસ્વરૂપ, નિર્વિકાર, નિજાનંદ સ્વરૂપ છું. એ વૃત્તિનો પ્રવાહ જેમ બને તેમ વધારતા જાવ. અને તે વધારવાનો ક્રમ સેવતા જે જે સ્મૃતિમાં અન્ય સ્વરૂપ આવે તેનો શોક ન કરવો, પણ તેનો હું (જ્ઞાતા) દ્રષ્ટા છું. તે મારા સ્વરૂપમાં જ નથી. તે અન્યથા છે. તેવી રીતે તે ઉપર લક્ષ નહીં આપતા તથા વૃત્તિને નહીં રોકતા, આત્મવૃત્તિનું અનુસંધાન કરી તેજ લક્ષ વધાર્યા કરો, તો ભૂમિકાને સમજ્ય, જેટલી ઘડી વીતરાગ દશા વર્તે તેટલી ઘડી નિર્વિક્લાપણું જ છે તેમ માનો. હવે આ વૃત્તિનો અધ્યાસ પડવા સાથે કોઈ પણ પવિત્ર નામનો જાપ કરવો હોય તો વાંધો નથી. હઠ કરીને નિર્વિકલ્પ થઈ શકો તેવી તમારા દેહની સ્થિતિ નથી, તેમ તેવી * નિર્વિકલ્પતામાં પણ કંઈ સાર નથી. પણ સહજ આત્મસ્વરૂપ પોતાનું જ નિર્વિકલ્પ સ્વરૂપ છે. તેને વીતરાગ દશાએ અનુભવવું. તે અનુભવ માટે બીજા કોઈ વિકલ્પ મૂકી દઈને તમને પ્રાપ્ત વસ્તુના, સ્થિતિના લક્ષ સાથે, ઉપરનો લક્ષ રાખવો ને જાપ રામ, સોહમ્, અહંતુ જેના ઉપર તમને પ્રેમ વધતો હોય તેનો કરવો જરા પણ મુંઝાવવાનું કારણ નથી. (પાનું ૧૦૨ આંક ૬૮૭ જુના પુસ્તકમાં) હાલમાં આંક ૭૪૬માં મોહનીયનું સ્વરૂપ લખેલ છે તે કાગળ વાંચવા જેવો છે. તમે નિર્વિકલ્પતા
૨૪૮
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org