________________
દ્રવ્યકર્મ કહેવાય છે. હવે ભાવકર્મ એટલે શેયકે આકારમેં-જ્ઞાનમેં ભેદ જ માલુમ પડતા હૈ, તે વિકલ્પ એટલે આત્માના જ્ઞાનગુણમાં હોય તે, એટલે પુદ્ગલીક વસ્તુનું પ્રતિભાસવું થવાથી આત્માના જ્ઞાનમાં એમ થાય છે કે, આ મને થયું, મારો જ્ઞાનગુણ છુટી ગયો, અથવા મલીન થઈ ગયો એટલે પરવસ્તુ સ્મૃતિમાં આવી તે મને આવી, આવી ભાવના ઊભી થાય છે, તે વિકલ્પ તે ભાવકર્મ સમજશો. - હવે તે માટે બનારસીદાસે પણ એક સવૈયો સમયસાર નાટકમાં
નીચે પ્રમાણે કહેલ છે તે અહીં ટાંકું છું તો તે સવૈયાનો અર્થ, ઉપરના જ લખાણનો ભાવાર્થ, બન્ને વિચારશો તો એક જ પ્રકાર સમજાશે :
“સર્વયો-સમયસાર નાટકમાંથી જ્ઞાનકો સહજ જોયાકાર રૂપ પરિણમે, યદ્યપી તથાપિ જ્ઞાન, જ્ઞાનરૂપ કહ્યો છે. શેય શેયરૂપ ય, અનાદિહી કી મરજાદ કાહૂ વસ્તુ કાહૂકો, સ્વભાવ નહીં ગહયો છે. એતેપરકોઉં મિથ્યામતી કહે જ્ઞયાકાર, પ્રતિભાસનસૌ જ્ઞાન, અશુદ્ધ હૈ રહ્યો છે, યાહી દુબુદ્ધિસૌ, વિકલ્પ ભયો ડોલત છે, સમુઝે ન ધરમ યોં ભરમ માંહિ વહ્યો છે.
ચોપાઈ-સમયસાર નાટકમાંથી જોયાકાર જ્ઞાનકી પરણતિ, પૈ વહ જ્ઞાન શેય નહિ હોઈ, શેયરૂપ ષટ દરબ ભિન્નપદ, જ્ઞાનરૂપ આતમપદ સોઈ, જાને ભેદભાવ સો વિચક્ષણ, ગુણ લક્ષણ સમ્યકૃદ્ધિગ જોઈ, મુરખ કહે જ્ઞાનમય આકૃતિ, પ્રગટ કલંક લખે નહિ કોઈ. હવે દાખલા તરીકે આપણે ધ્યાનમાં બેઠા ત્યારે પ્રથમ આપણો ઉપયોગ એવો હોય કે હું જ્ઞાનસ્વરૂપ શુદ્ધ સ્ફટીકમણી સમાન આત્મા છું. તે ઉપયોગમાં આપણે જાપ, ભજન કે સ્મરણ ગમે તે કરતા
૨૫૦
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org