________________
હોઈએ, તેમાં પુદ્ગલીક ભાવ ઉત્પન્ન થાય છે, જેમ પવનના જોરથી પાણીમાં મોજા ઉત્પન્ન થાય છે અથવા ખેલ પાડેલ કાચનો હીરો આંખ આડે રાખીને જોવાથી લાલ, પીળા રંગ માલમ પડે છે, પણ તે રંગ હીરામાં હોતા નથી, તેમ જ પાણીના મોજા પવનના જોરથી હોય છે, પણ જળનો સ્વભાવ શિતળ અને સ્થિર છે. તેમ પુદ્ગલાકાર દૃષ્ટિ હોવાથી પુદ્ગલીક વસ્તુ તે ધ્યાન કરતા સ્મૃતિમાં આવે ત્યારે એમ થાય છે કે મારું ધ્યાન છૂટી ગયું અને આ ભૂલ થઈ. આ ભૂલ મેં કરી એવો ભાવ ઉત્પન્ન થાય છે, તે જ મિથ્યાત્વ અથવા મિથ્થામતિ અથવા અજ્ઞાન જે કહો તે, તે છે. પણ તે વખતે એવો ઉપયોગ જાગૃત નથી કે રહેતો કે હું તો ય પદાર્થના જ્ઞાનરૂપ જાણવાવાળો તો જાગૃત છું, નહીં તો તે શેય આવ્યું તે ક્યાંથી ખબર પડે. માટે જાણવારૂપ જે મારો જ્ઞાનસ્વભાવ છે તે તો મોજુદ હું અનુભવું છું, તો તે શેય જાણવાથી મારા જ્ઞાનમાં ભેદ ક્યાં પડ્યો છે? એટલે તો શેયરૂપ હું ક્યાં થયો હતો ? એવો નિશ્ચય રહે તો વિકલ્પ કહેવાય નહીં. મારું ધ્યાન કે ઉપયોગ છૂટી ગયો, અને આ ક્ષેય પદાર્થ તે રૂપ હું જ છું. પ્રતિભાસ થાય છે તે વિકલ્પ છે. ,
હવે શરીરાદિ નોકર્મ, આ દેહ અને તે દેહને લઈને તેના પ્રારબ્ધ હોય છે તેના કર્મ છે. હવે પ્રારબ્ધનો જેવો જેવો ઉદય જે જે વખતે હોય તે તે રૂપ ભાવ ઉત્પન્ન થાય છે, તે વિભાવ છે, તે પુદ્ગલીક ભાવ છે. આત્માથી પર છે, છતાં જીવ એમ માને છે કે આ ભાવ મને ઉત્પન્ન થયો એટલે-આત્માને ઉત્પન્ન થયો, એવી માન્યતા થઈ જાય છે. તેથી સારો ભાવ ઉત્પન્ન થાય તો હર્ષ અને ખોટો ભાવ ઉત્પન્ન થાય તો ખેદ છે કરે છે. તે પણ વિકલ્પ કહેવાય.
આ ઠેકાણે ભેદજ્ઞાનના બળથી જો જીવ પોતાનું અને પરનું સ્વરૂપ બરોબર લક્ષગત કરે તો વિકલ્પ ટળી જાય છે. હવે આવા પ્રકારમાં સંકલ્પ અને વિકલ્પ તે બંનેથી રહિત હોય તેને નિર્વિકલ્પ કહેશો કે બીજું શું કહેશો તે વિચારશો. અને તેવી જ નિર્વિકલ્પદશા કાયમ જાગૃત રાખવા સિવાય અપરોક્ષ જ્ઞાન જ આપે લખ્યું છે.
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૨૫૧
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org