________________
* જીવ તો સદાય જીવતો જ છે. તે કોઈ વખત ઊંઘતો નથી કે મરતો
નથી; મરવો સંભવતો નથી. સ્વભાવે સર્વ જીવ જીવતા જ છે. જેમ
શ્વાસોચ્છવાસ વિના કોઈ જીવ જોવામાં આવતો નથી, તેમ જ્ઞાનસ્વરૂપ જ ચૈતન્ય વિના કોઈ જીવ નથી.
અનુભવી વૈદ્ય તો દવા આપે પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; સદ્ગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે.
સાચા દેવ અહંત, સાચા ગુરુ નિગ્રંથ, સાચા હરિ રાગદ્વેષ ને ? અજ્ઞાન જેનાં ગયાં છે તે. ગ્રથિરહિત એટલે ગાંઠહરિત. મિથ્યાત્વ તે છે
અંતરગ્રંથિ છે; પરિગ્રહ તે બાહ્યગ્રંથિ છે. મૂળમાં અત્યંતરગ્રંથિ ન - છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. જેની ગ્રંથિ ગઈ છે તેવા કે છેપુરુષ મળે તો ખરેખરું કામ થાય; તેમાં વળી તેના સમાગમમાં રહે, તો ( વિશેષ કલ્યાણ થાય. જે મૂળ ગાંઠ છેદવા શાસ્ત્રમાં કહ્યું છે તે સહુ
ભૂલી ગયા છે; ને બહારથી તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરતાં છતાં જ મુક્તિ થતી નથી તો દુ:ખ વેદવાનું કારણ જે વૈરાગ્ય તે ભૂલી ગયા. દુ:ખ અજ્ઞાનનું છે.
ઉપદેશ છાયા ૧૨ ( : “હું કર્તા,’ ‘હું કરું છું', “હું કેવું કરું છું ?' આદિ જે વિભાવ છે તે જ જ મિથ્યાત્વ. અહંકારતી કરી સંસારમાં અનંત દુ:ખ પ્રાપ્ત થાય; ચારે ગતિમાં રઝળે.
ઉપદેશ છાયા ૧૩ %
પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગોએ, ગમે તે લિંગ કલ્યાણ થાય તે છે.
૧પ૦
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org