________________
પ્રશ્ન : રૂચિ એટલે શું?
જવાબ : આ જગતમાંના કોઈ પણ પદાર્થ ઉપર રૂચિ, પ્રીતિ રહે છે નહિ તેમ જ એક આત્મજ્ઞાન અથવા આત્મપ્રાપ્ત પુરુષ સિવાય બીજે કોઈ સ્થળે પ્રેમ લાગે જ નહિ, તેમ જ બીજા અનેક પ્રકારના સાધનો જેવા કે જપ, તપ, યમ, નિયમ, જોગ, સમાધિ, ધ્યાન, મન કે પવનના નિરોધ વિગેરે જે સાહેબજીએ તેમના તોટક છંદમાં જણાવ્યા મુજબ કોઈ પણ જાતની ક્રિયા કરવાની રૂચિ રહે નહિ, ફક્ત એક જ છે
આત્મસ્થ પુરુષ ગોતી, તેના સંગમાં સર્વસ્વ અર્પણ કરી, હું કાંઈ * જાણતો જ નથી, તેમજ બીજી કોઈ પ્રકારની નિજ સ્વરૂપ પ્રાપ્તિ ૪. સિવાયની ઇચ્છા ન રહે તેને આત્મજ્ઞાનની “રૂચિ” થઈ છે, તેમ
કહેવાય અને તે રૂચિ થયે, આત્માર્થી પુરુષનો જોગ બન્ય, પોતાપણું છે તદન તેનામાં જ અર્પણ કરી તેના કહેવા મુજબ પોતાના જીવનનો .
વ્યય થાય, તો તે દશામાં આત્મજ્ઞાનની પ્રાપ્તિનો સંભવ છે. પ્રશ્ન : રસવંતી જ્ઞાન કોને કહેવું?
જવાબમાં આ જ્ઞાનનો જે પુરુષે જાણકારો કર્યો હશે તે પુરુષ ચોક્કસ તમારાથી છુપાવશે નહિ, ભલે તેમની ભાષા ન સમજાય પણ તે વસ્તુ છે. અને તે બરાબર જ્ઞાની પુરુષ નજરે બતાવી, સમજાવી શકે છે. તેમાં કોઈ જાતની ભાષાનું કામ નથી. તમે એટલું તો તેમની ભાષામાંથી સમજી શકયા છો કે સાધનની આજુબાજુના ભાગમાં રહેલું છે તો હવે આજુબાજુમાં તમને બતાવા ધારે તો બતાવી શકે, 1 પણ જ્યાં સુધી બીજા ધ્યાન આદિ કે યોગ વિગેરે કાર્યો પ્રત્યે મનનો પ્રેમ હોય ત્યાં સુધી તેઓ તે જ્ઞાન બતાવતા અટકે ખરા માટે તમે બીજી કોઈ પ્રકારની માગણી સિવાય એક આત્મજ્ઞાનની માગણી કર્યા કરો તેમ જ તેમની મરજી મુજબ વર્ચા કરો. તેમના પરિચય સિવાય અન્ય પરિચયને ત્યાગી દો તો તે પુરુષ જરૂર ખરી સિદ્ધિ છે કરાવી આપશે. - તમોએ તે કાગળમાં છેલ્લે તાજી કલમમાં જણાવ્યું છે કે ઘણી
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org