________________
ઉપર કહ્યા તે પ્રકારે જેમ જેમ જીવની પ્રતિતી આવતી ગઈ તેમ તેમ સર્વ ક્રિયાથી ભિન્ન અને અસંગ સ્વરૂપ પોતાને ભાસ્યમાન થતું ગયુ. સદ્વિચાર કરતા કરતા સમ્યજ્ઞાનના બળથી, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અને અસંગપણું પોતાને પ્રતિત થયું. તે પ્રતિતી કાયમી હોવારૂપ જે પોતાનો સ્થિર સ્વભાવ એટલે પોતાના સ્વરૂપમાં અસ્થિ૨પણાની જે માન્યતા હતી તે અજ્ઞાનની નિવૃત્તિ થવાથી ટળી ગઈ અને સ્થિરપણાની જે માન્યતા કાયમ હોવારૂપ જણાયું, તે સ્થિર સ્વભાવ કાયમ હોવાથી ચારિત્ર દશા તેને કહી છે. તે ચારિત્ર અણલિંગ એટલે પંચ મહાવ્રતનો વેષ ધારણ કરવો તે લિંગ ધારણ કર્યું કહેવાય અને આ જે લિંગ વગરનું ભાવ ચારિત્ર અણલિંગી છે, ને વેષ ધારણ કરવો તે દ્રવ્યલિંગને દ્રવ્ય ચારિત્ર કહેવાય છે. તે દ્રવ્ય ચારિત્ર ભાવ ચારિત્ર લાવવાના અર્થે છે. હવે પ્રથમ પદમાં જ્ઞાન, બીજા પદમાં દર્શન અને ત્રીજા પદમાં ચારિત્ર એમ ત્રણે જુદી જુદી રીતે ત્રણેના સ્વરૂપ બતાવી તેને અભેદપણે એટલે એક સ્વરૂપે તે ત્રણેને સમજવા માટે કહે છે કે;
“તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂ.મા. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ...” મૂ.મા. તે અભેદ કેવી રીતે ?
પરથી જુદું, પોતાનું સ્વરૂપ હોવારૂપ તે જ્ઞાન, તે જ્ઞાનસ્વરૂપ હું જ છું તેવી પ્રતિતી તે દર્શન, તે જ્ઞાનસ્વરૂપ હું પોતે આત્મા છું, તો બીજો સર્વ વિભાવ તે મારો નથી. હું તેનાથી પર જુદો તે જ્ઞાયક સ્વભાવ, નહીં ટળવારૂપ સ્થિર હું આત્મા છું તે ચારિત્ર.
હવે જ્ઞાન-દર્શન-ચારિત્રની એકતા, જ્ઞાનથી જુદું આત્મસ્વરૂપ બીજું કંઈ પણ નથી. માટે જ્ઞાન તે જ આત્મા. તે જ્ઞાનસ્વરૂપ જ આત્મા છે, તો તે સિવાય બીજો બધો અન્યભાવ છે અને તે જ્ઞાન સ્વભાવ જ મારો છે. એટલે તેથી વિશેષ આત્મસ્વરૂપ પ્રતિતીપણે જાણ્યું તે દર્શન. પ્રથમ જાણ્યું તે જ જ્ઞાનને વિશેષપણે પ્રતિતીમાં આપ્યું તે દર્શન. પણ જ્ઞાન તો તેનું તે જ. હવે જે વિશેષ પ્રતિતીથી આત્મસ્વરૂપને જાણ્યું છે તે જ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
૨૯
www.jainelibrary.org