________________
વ્યવહાર બહાર દૃષ્ટિથી અજ્ઞાનીના જેવો હોવાથી, જ્ઞાનીપણું દૃષ્ટિગોચર થતું નથી. તેમ જ જીવની માન્યતા એવી હોય છે કે તદ્દન રાગ, દ્વેષ, કષાય જ્ઞાની પુરુષમાં હોય જ નહીં એટલે સંપૂર્ણ જ્ઞાનીપુરુષના લક્ષણો ઓછી ભૂમિકાવાળામાં સંપૂર્ણપણે હોતા નથી તેથી જીવ જ્ઞાની પુરુષથી વિમુખ રહ્યા કરે છે. પણ જ્ઞાનીપણું જે પ્રકારે મહાપુરુષોએ શાસ્ત્ર દ્વારા કહ્યું છે તેનો લક્ષ સત્સમાગમ વિના થતો નથી; નહીંતર જ્ઞાન તે તો સહજ સ્વભાવિક વસ્તુ છે. સરળ અને સર્વ જીવ પામી શકે તેવી છે. પણ આ તો અસત્સંગના આશ્રયથી જીવને હાઉ થઈ પડ્યું છે. જે પ્રકારે આત્માનું સ્વરૂપ જ્ઞાની પુરુષે કહ્યું છે તે પ્રકારે સદ્ગુરુ દ્વારા સમજી તે પદમાં સ્થિતિ કરવી તે સ્વભાવ અને તેથી ઉલટી રીતે એટલે કે પુદ્ગલીક ભાવ જે અંદરમાં ઉત્પન્ન થાય છે તે મારા છે, મને થાય છે. આ પ્રકારનું પરિણામ થાય તે વિભાવ છે. હવે જેટલો વિભાવ સમજી ત્યાગ થાય તેટલો તેટલો સ્વભાવ પ્રગટ થાય છે. પણ આ વસ્તુ યથાર્થપણે સમજવામાં આવવી જોઈએ અને તે સમજવાનું સાધન મુખ્ય તો સત્પુરુષ અને સત્સંગ અને ત્રીજે નંબરે સત્શાસ્ત્ર છે. આત્મસિદ્ધિશાસ્ત્રમાં કહ્યું છે કે :
“કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ,
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.” આ. શિ. ૧૦૨
કર્મની વળગણા અનંત પ્રકારની છે, પણ તે અનંત પ્રકારના કર્મના બીજભૂત કર્મ આઠ છે. અને તે આઠ કર્મનો બીજભૂત કર્મ એક મોહનીય કર્મ જ્ઞાનીપુરુષો કહે છે.
હવે તે મોહનીય કર્મ કેવી રીતે હણાય તે નીચેના દોહરામાં કહે છે :
૨૩૪
‘કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ;
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.’ આ. શિ. ૧૦૩
હવે મોહનીય કર્મના બે ભેદ કહે છે. એક દર્શન મોહનીય અને બીજું ચારિત્ર મોહનીય. હવે પ્રથમ દર્શન મોહનીય કોને કહેવું તે પ્રથમ સમજવું જોઈએ. એક વસ્તુ જે સ્વરૂપે છે, તે સ્વરૂપે તે વસ્તુ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org