________________
જ નહીં મળવાથી ખેદ તે દ્વેષ છે. તે નિવૃત કરવા જોઈએ.
જીવની બે પ્રકારે સ્થિતિ હોય છે, બહિર્મુખ એટલે બહારનાં વિષયમાં લોલુપ્તા અને તે પ્રાપ્ત કરવામાં જ દોડ તેનું નામ બહિર્મુખપણું અને તેવા પ્રકારથી જીવ પોતાના સ્વરૂપનો વિચાર કરી આ મારા નથી હું તેનાથી પર છું, તે ક્ષણિક છે, હું અવિનાશી છું એમ વિચારી તે તે પ્રસંગોથી જેટલો જેટલો નિવૃત ભાવ જીવ ભજે તે અંતર્મુખપણું જ છે. અને અંતર્મુખપણું થાય તો મોહ નિવૃત થતા વાર લાગે નહીં.
કારણ કે મોહ અજ્ઞાનથી થાય છે. અજ્ઞાન, અંતર્મુખ ઉપયોગ હોવાથી 1 નાશ પામે છે. અને અજ્ઞાન નાશ થયે જ્ઞાનભાવ જાગૃત થાય છે. આ
જ્ઞાનભાવ જાગૃત થયે અન્ય ભાવમાં તાદાભ્યપણું ટળે એટલે મોહભાવ નિવૃત થાય. આ પ્રકારે સમજવાની જરૂર છે. સમજ્યા પછી તેનો જ ઉપયોગ થાય છે.
ભાઈશ્રી બહારનું બધુ જાણવામાં જીવે પ્રયત્ન કર્યો છે, પણ અંદરનું છે જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો. માટે જેમ બને તેમ અંદરની ચેતન જ અને જડની વ્યવસ્થા, આગળ જ્ઞાની પુરુષો કહી ગયા છે તે પ્રકારે જ
સમજી જડ સ્વભાવનો ત્યાગ કરી અને આત્મ સ્વભાવનું આવિર્ભાવપણું છે થાય તેમ વિચારણા કરવાની છે, તેમાં કોઈ મહેનત-મુસીબત નથી. ભલે દેહની ગમે તેવી સ્થિતિ હોય પણ સવિચારનું બળ અને તે બળ . વધે એવો સમાગમ, તે ન હોય તો તેવા પુસ્તકોનું વાંચન-વિચારણા જ થાય તેટલું કરવાથી જરૂર આત્મ સ્વભાવ દઢ થયે તે સ્વભાવમાં લીન ૪
થયે જ છૂટકો છે. તેમાં ઘણા પ્રકારે તો તેમ થયા છો, છતાં તપાયમાન 1 રહ્યા કરો છો તે સમજણની ખામી છે. બીજી કોઈ કચાસ નથી. અને તેથી જ પોતાનું અસંગપણે નિશ્ચયપણે સમજાતું નથી. સમજણની ખામી છે તેવા શબ્દો લખ્યા છે તો માફ કરશો.
આપને પત્ર લખવાનો વિચાર ઘણા દિવસથી હતો પણ તેવી જ નિવૃત્તિ, ન હતી તેમ જ ઘણી ઘણી બાબતો આપને લખવાની સૂઝી છે
આવે છે, પણ કઈ કઈ અને કેવી રીતે લખવું તે વિચારમાં બુદ્ધિબળ
૨૩૨
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org