________________
જ હોય એમ દેખાય છે. (હાથનોંધ-૨, પૃ. ૩૭) ૧૭
હું અસંગ શુદ્ધચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ. એકાંત શુદ્ધ અનુભવસ્વરૂ૫ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિદ્યાત છું. અચિ ધાતુના સંયોગરસનો આ આભાસ તો જુઓ! આશ્ચર્યવત્ આશ્ચર્યરૂપ ઘટના છે. કંઈ પણ અન્ય વિકલ્પનો અવકાશ નથી.
સ્થિતિ પણ એમ જ છે. [ (હાથનોંધ-૨, પૃ. ૩૯) ૧૮
પરાનુગ્રહ પરમ કારૂણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા
થા.
ચૈતન્ય જિનપ્રતિમા થા. તેવો કાળ છે ? તે વિષે નિર્વિકલ્પ થા. તેવો ક્ષેત્રયોગ છે ? ગવેષ. તેવું પરાક્રમ છે ? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષબળ છે ? શું લખવું ? શું કહેવું ? અંતર્મુખ ઉપયોગ કરીને જો.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ' (હાથનોંધ-૨, પૃ. ૪૫) ૨૦
હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.
આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય
૧૭૪
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org