________________
કરવામાં જ્યારે અહિંસા અને સેવાભાવ ગણવામાં આવે તો તેના પ્રાણ રક્ષણ અર્થે દયા ભાવથી કરેલી સેવામય પ્રવૃત્તિને હિંસા ગણવી કે કેમ ? અને એ પ્રવૃત્તિને હિંસા ગણવામાં આવે તો દયામય ધર્મનું ઉલંઘન થયું કે કેમ ? વિશેષમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિત, બીજી આવૃત્તિ પાને
૫૯મેં શીક્ષાપાઠ ૨-જો સર્વમાન્ય ધર્મ વિષે છંદમાં શું કહે છે તે જુઓ. જ તેમાં વિરોધ આવે છે કે નહિ ?
(૩) જે દયામયી અને શુદ્ધ ભાવનાથી પીડાતા વાછડાને દેહરહિત કરવારૂપ અહિંસા આચરવા કરતા તેના પ્રાણ રક્ષણ થવા અર્થે સારવાર કરવારૂપ દયામય સેવા આચરવી આપને અનુકૂળ કેમ ન લાગી ? " અનુકૂળ ન લાગવાનું કારણ આપે જણાવેલ છે કે વાછડો બચવાનો નથી તેવો ડૉક્ટર વિગેરેથી આપને અનુમાન થયેલ હતો પણ તે અનુમાન નિશ્ચયાત્મક તો ન હતો. તો પછી પરમાત્મા તરણાનો મેરૂ કે કરવા સમર્થ છે તેના પ્રત્યે આપને અવિશ્વાસ કેમ ઉત્પન્ન થયો ? અને તેવા પ્રકારના અવિશ્વાસમાં હોઈ અહિંસાનું પાલન થઈ શકે ખરું ?
(૪) જ્યારે આપ દરદના દુ:ખમાં ડૂબી રહેલા શરીરનો બે ઘડી વહેલો નાશ થતા તેના આત્માનું કુશળ જ જુઓ છો, તો તે નિશ્ચય દૃષ્ટિએ બરાબર છે ? આમ તો આત્મા અમર છે જ, પણ તેનો આત્મા જે દૃષ્ટિએ અમર છે તે દૃષ્ટિએ તે આત્માને દરદનું દુ:ખ પણ
ક્યાં હતું. આત્માને દરદનું દુઃખ નથી તો તે દરદમુક્ત થવામાં અહિંસા કેવા પ્રકારે જોઈ ?
આના જવાબમાં આપ એમ કહો કે દરદ આત્માને નથી. દરદ દેહને હતું અને દેહ તે જ હું છું એવી દેહાત્મબુદ્ધિ હોવાથી વાછડાને દુ:ખ હતું તે દુઃખથી મુક્ત કરવામાં અહિંસા જોઈ. તો જે વાછડાની દેહના પ્રત્યે દઢ પ્રીતિ રહેલી છે, અને દેહના નાશથી પોતાનો નાશ 1 જુએ છે તેવા પ્રાણીને ભલે દેહનાશ નિષ્કામ બુદ્ધિથી થતો હોય તો ? પણ તેને મરણરૂપ ત્રાસનું પારાવાર દુ:ખ થયું હોય તેમ નથી ધારતા? કોઈ પણ પ્રાણી દુઃખી થાય, ત્યાં અહિંસા કહી શકાય ? કેમ કે
૨૧૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org