________________
|| ૐ || શ્રી પાર્શ્વનાથાય નમઃ | શ્રી કપાળુદેવાય નમઃ | શ્રી સદ્ગુરુદેવાય નમઃ |
જ્ઞાની પરમ પૂજ્ય આત્મજ્ઞાની શ્રી કાળીદાસભાઈ માવજીભાઈ દોશીના આધ્યાત્મિક દૃષ્ટિએ લખાએલા પત્રો
0 પત્ર નં. ૧. (૪ શ્રી સદ્ગુરુદેવને ત્રિકાળ નમસ્કાર.
સં. ૧૯૮૪ના અષાઢ સુદ ૧૧ બુધવાર સત્સંગ યોગ્ય ભાઈ શ્રી ક્રીપાશંકરભાઈ ઝુંઝાભાઈની પવિત્ર સેવામાં, મુ. વાંકાનેર
સાયલાથી લી. શુભેચ્છક દોશી કાળીદાસ માવજીના પ્રેમપૂર્વક નમસ્કાર વાંચશો.
વિ. આપના તરફથી પ્રથમ પોસ્ટકાર્ડ તથા તા. ૨૨નું લખેલ કવર, બન્ને મલ્યા છે. જવાબ ઉપાધીને લીધે લખી શકાયો નથી તો માફ કરશો. બીજું આપ કાગળમાં મને અણઘટતી ઉપમા આપો છો તેને માટે હવે પછી તેવી ઉપમા મહેરબાની કરીને ન આપો તો સારૂ, કારણ હું તે ઉપમાને લાયક નથી. તે ઉપમાથી રહિત અમો તમો વિગેરે સર્વ ભાઈઓ પરમ કૃપાળુદેવનો સત્યમાર્ગ પામવાના અભિલાષી છીએ અને સાચા અભિલાષી તો જ હોઈ શકીએ કે કોઈ પ્રકારની પૂજા, સત્કારાદિ પ્રત્યે અલ્પ માત્ર પ્રેમ ન હોય. અરસપરસ સત્સંગ અર્થે કાગળ લખાય તેમાં તેની ઉપમા લખવાની છે કાંઈ જરૂર પણ ન જ હોય.
૨૦૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org