________________
આત્મા જતો નથી, અને લોકાલોક કંઈ આત્મામાં આવતાં નથી, સર્વે પોતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યાં છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદર્શન શી રીતે થાય છે ?
અત્રે જો એવું દૃષ્ટાંત કહેવામાં આવે કે જેમ આરીસામાં વસ્તુ જે પ્રતિબિંબિત થાય છે, તેમ આત્મામાં પણ લોકાલોક પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તો એ સમાધાન પણ અવિરોધ દેખાતું નથી, કેમકે આરીસામાં તો વિસ્ત્રસાપરિણામી પુદ્ગલરશ્મિથી પ્રતિબિંબિત
|| થાય છે.
આત્માનો અગુરુલઘુ ધર્મ છે, તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જ જાણે છે, કેમકે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં જ
આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મનો અર્થ શું સમજવો ? (હાથનોંધ-૧, પૃ. ૧૮૩) ૮૬
सो धम्मो जथ्थ दया दसठ्ठ दोसा न जस्स सो देवो;
सो हु गुरु जो नाणी आरंभपरिग्गहा विरओ. છે (હાથનોંધ-૧, પૃ. ૩)
અકિંચનપણાથી વિચરતાં એકાંત મનથી જિનસદશ ધ્યાનથી * તન્મયાત્મસ્વરૂપ એવો ક્યારે થઈશ?
જી હાથનોંધ - ૨ % છે (હાથનોંધ-૨, પૃ. ૩) ૧ - રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે. છે (હાથનોંધ-૨, પૃ. ૫) ૨ | સર્વજ્ઞપદનું ધ્યાન કરો.
૧૭૦
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org