________________
મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિદિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે.
‘આત્માનુશાસન’ હાલ મનન કરવા યોગ્ય છે. વર્ષ ૩૩મું
O પત્ર ક્રમાંક ૮૯૬ ઃ મુનિશ્રી વ્ઝ
પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણું નિરંતર વ્યક્તાવ્યક્તપણે સંભારૂં છું.
આ દુષમકાળમાં સત્યમાગમનો યોગ પણ અતિ દુર્લભ છે, ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણાનો યોગ ક્યાંથી બને ?
અે પત્ર ક્રમાંક ૯૦૧ : મુનિશ્રી વ્ઝ
‘ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઔર, વ્રતતપધર, તનું નગનધર, વંદો વૃષસરમોર.’
જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે.
ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે.
જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.
યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્ત્વપ્રતીતિ સમ્યપણે ઉત્પન્ન થાય છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
૧૧૯
www.jainelibrary.org