________________
સાચું સમ્યકત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી.
'
આશાતના કરવાની બુદ્ધિએ આશાતના કરવી નહીં. સત્સંગ થયો છે તે સત્સંગનું ફળ થવું જોઈએ. કોઈપણ અયોગ્ય આચરણ થાય અથવા અયોગ્ય વ્રત સેવાય તે સત્સંગનું ફળ નહીં. સત્સંગ થયેલા છે જીવથી તેમ વર્તાય નહીં, તેમ વર્તે તો લોકોને નિંદવાનું કારણ થાય, તેમ તેથી સપુરુષની નિંદા કરે અને પુરુષની નિંદા આપણા નિમિત્તે થાય એ આશાતનાનું કારણ અર્થાત્ અધોગતિનું કારણ થાય માટે તેમ કરવું નહીં.
0 ઉપદેશ છાયા ૪ જ ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે. સ્વચ્છંદ : ૨ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે; આવો એ 1 ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.
2 કપ
તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે તેમ દેહથી છે આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે તેણે આત્મા અનુભવ્યો કહેવાય. દૂધ ને પાણી ભેળાં છે તેવી રીતે આત્મા અને દેહ રહેલા છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદા પડે ત્યારે જુદાં કહેવાય. તેવી રીતે આત્મા અને દેહ ક્રિયાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. આત્મા જાણ્યો હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહીં.
પોતાના દોષ ઘટે, આવરણ ટળે તો જ જાણવું કે જ્ઞાનીનાં વચનો સાચાં છે.
જ્ઞાન તેનું નામ કે જે હર્ષ, શોક વખતે હાજર થાય; અર્થાત્ હર્ષ,
૧૩૬
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org