________________
સ્વભાવ જાણપણું, જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું ? જાણપણામાં ન્યૂનતા છે, યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે ? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલી ન જાય; તેને વારંવાર દઢ કરે તો ન્યૂનતા મટે. જ્ઞાની પુરુષનાં વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સપુરુષના આશ્રયે લે તો સાધનો ઉપકારના હેતુઓ છે. પુરુષની દૃષ્ટિ ચાલવાથી જ્ઞાન થાય છે. સપુરુષોનાં વચનો આત્મામાં પરિણામ પામ્ય મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભયોગ વગેરે A બધા દોષો અનુક્રમે મોળાં પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષો નાશ છે. | થાય છે. પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવને !
લોકમાર્ગમાં પડી રહેવું છે, અને લોકોત્તર કહેવરાવું છે; ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લોકનો ભય મૂકી પુરુષનાં 1 વચનો આત્મામાં પરિણમાવે, તો સર્વ દોષ જાય. જીવે મારાપણું ?
લાવવું નહીં. મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યકત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે.
અંતરાત્મા નિરંતર કષાયાદિ નિવારવા પુરુષાર્થ કરે છે. ચૌદમા . ગુણસ્થાનક સુધી એ વિચારરૂપી ક્રિયા છે. જેને વૈરાગ્ય ઉપશમ વર્તતો હોય તેને જ વિચારવાન કહીએ. આત્માઓ મુક્ત થયા પછી સંસારમાં આવતા નથી. આત્મા સ્વાનુભવ ગોચર છે, તે ચક્ષુથી દેખાતો નથી, ઇન્દ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે જાણે છે. આત્માનો ઉપયોગ મનન કરે તે મન છે. વળગણા છે તેથી મન જુદું કહેવાય. સંકલ્પ વિકલ્પ મૂકી દેવા તે “ઉપયોગ”. જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન બાંધ્યું હોય તેને સત્પરુષનો બોધ લાગે છે. આયુષનો બંધ હોય તે રોકાય નહીં.
ઇન્દ્રિયોના નિગ્રહનું ન હોવાપણું, કુળધર્મનો આગ્રહ, માનશ્લાઘાની
૧૪૪
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org