________________
અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે, તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણસ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ આ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ છે. પદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે. ]
પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને ! છે. સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે પુરુષોને નમસ્કાર.
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું .
છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી જ અસ્વસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ણ પરમશાંત ચૈતન્ય જ
છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.
) પત્ર ક્રમાંક ૮૩૭ (s
આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રત સદ્ગુરુ લક્ષણ યોગ્ય.(આ સિ.શા.૧૦)
આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યાં તે સંયતિધર્મે સ્થિત વીતરાગદશાસાધક ઉપદેશક ગુણસ્થાને વર્તતા સદ્ગુરુના લક્ષ મુખ્યતાએ દર્શાવ્યા છે, અને તેમના વિષે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણો સર્વાશે સંપૂર્ણપણે તો તેરમા ગુણસ્થાને વર્તતા સંપૂર્ણ જ વીતરાગ અને કેવલ્યસંપન્ન જીવન્મુક્ત સંયોગીકેવલી પરમ સદ્ગુરુ શ્રી જિન અરિહંત તીર્થકરને વિષે વર્તે છે, તેમના વિષે આત્મજ્ઞાન અર્થાત્ સ્વરૂપસ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની જ્ઞાનદશા અર્થાત્ “જ્ઞાનાતિશય' છે
સૂચવ્યો. તેઓને વિષે સમદર્શિતા અર્થાત્ ઇચ્છારહિતપણું સંપૂર્ણપણે * વર્તે છે, તે તેમની વીતરાગ ચારિત્રદશા અર્થાત્ “અપાયાપગમાતિશય' ?
સૂચવ્યો. સંપૂર્ણપણે ઇચ્છારહિત હોવાથી વિચારવા આદિની તેઓની
૧૧૪
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org