________________
આ બનારસીદાસે “સમયસાર' ગ્રંથ હિંદી ભાષામાં કરતાં કેટલાંક કવિત, સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે, અને તે કોઈ રીતે
બીજજ્ઞાનને લગતી જણાય છે. તથાપિ ક્યાંક ક્યાંક તેવા શબ્દો છે. ઉપમાપણે પણ આવે છે. “સમયસાર' (નાટક) બનારસીદાસે કર્યો છે. છે
તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે, ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમાપણે છે જ એમ જણાતું નથી, પણ કેટલેક સ્થળે વસ્તપણે કહ્યું છે, એમ લાગે છે; જ છે જો કે એ વાત કંઈક આગળ ગયે મળતી આવી શકે એમ છે. એટલે કે : તમે જે “બીજજ્ઞાન'માં કારણ ગણો છો તેથી કંઈક આગળ વધતી વાત છે. અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે.
પત્ર ક્રમાંક પર૫ જ આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને * વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન
થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મક્તપણું કરે છે. નિજારભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાનીપુરુષને ત્યાર પછી પરભવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ
પ્રતિબંધ થતો નથી. છે D પત્ર ક્રમાંક ૫૩૦ મહાત્મા ગાંધી 6 છે ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય છે.
તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, * એવું કંઈ છે નહીં. જીવમાત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન : નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી, અને
જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની જરૂર નથી. ભાષાજ્ઞાન મોક્ષનો હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એવો કાંઈ નિયમ સંભવતો નથી.
મોક્ષમાર્ગ પ્રકાશ
૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org