________________
જ સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે, જે
જો કે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું છે એમ સૂઝયાં કર્યું છે, તો પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તો અલ્પકાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે.
0 પત્ર ક્રમાંક પ૬૮ (9) આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. | સર્વ ક્લેશથી અને સર્વ દુ:ખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં,
તેલંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્ માત્ર રાય નથી.
આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર “સમાધિ' કહે છે. ' આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર ‘અસમાધિ' કહે છે. '
આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર “ધર્મ' કહે છે.
આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર છેકર્મ' કહે છે.
શ્રી જિન તીર્થકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે, તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી, અને જેવું શ્રી જિનને વિષે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થવક્તાપણું બીજામાં છે જોવામાં આવતું નથી.
આત્માના અંતવ્યપાર (શુભાશુભ પરિણામધારા) પ્રમાણે બંધ જ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. પૂર્વે ઉત્પન્ન
કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે, અને તે
૬૮
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org