________________
ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશાપ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે.
O ૫ત્ર ક્રમાંક ૬૪૦ : સૌ. જી
વેદાંત કહે છે કે આત્માં અસંગ છે, જિન પણ કહે છે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી. પરિણત થવી તે મોક્ષ છે. પરભાવી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે તે અત્યંત સત્ય છે.
O પત્ર ક્રમાંક ૬૪૧ : સૌ. જ
‘દેખત ભૂલી ટળે તો સર્વ દુ:ખનો ક્ષય થાય' એવો સ્પષ્ટ અનુભવ થાય છે; તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતને વિષે કોંઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે ?
O પત્ર ક્રમાંક ૬૪૨ : સૌ. જી
સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ?
આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યોગ્ય છે.
ન
જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે ?
O પત્ર ક્રમાંક ૬૪૭ (બુ
અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની
૮૦
Jain Education International
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
www.jainelibrary.org