________________
ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા, તેવા મહાત્માપુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થાય ?
O પત્ર ક્રમાંક ૭૫૭ ૪
શ્રીમાન વર્ધમાનજિન વર્તમાનકાળના ચરમ તીર્થંકરદેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે. એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવા૨ આશ્ચર્યમય દેખે છે.
એક તૂમડા જેવી, દોરા જેવી અલ્પમાં અલ્પ વસ્તુના ગ્રહણ ત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપજાવી કાઢી વર્તે છે, અને તીર્થનો ભેદ કરે છે, એવા મહામોહમૂઢ જીવ લિંગાભાસપણે પણ આજે વીતરાગના દર્શનને ઘેરી બેઠા છે, એ જ અસંયતિ પૂજા નામનું આશ્ચર્ય લાગે છે.
મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગ સન્મુખ કરવાની છે. લિંગાભાસી જીવો મોક્ષમાર્ગથી પરા^મુખ કરવામાં પોતાનું બળ પ્રવર્તતું જાણી હર્ષાયમાન થાય છે, અને તે સર્વ કર્મપ્રકૃતિમાં વધતા અનુભાગ સ્થિતિબંધનું સ્થાનક છે એમ હું જાણું છું.
Ò પત્ર ક્રમાંક ૭૬૦ વ્ઝ
જીવલક્ષણ
ચૈતન્ય જેનું મુખ્ય લક્ષણ છે,
દેહ પ્રમાણ છે,
અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે અસંખ્યાત પ્રદેશતા લોકપરિમિત
છે,
પરિણામી છે,
અમૂર્ત છે,
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
१०१
www.jainelibrary.org