________________
એમ બને તો કેવળજ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિહત થયું ગણાય. છેઅત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિશે જેમ પદાર્થ છે
પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય છે, કેવળજ્ઞાની તેમાં ઉપયોગ દઈને જાણે છે એમ નથી, સહજ સ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે; માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું ? યથાર્થ છે, તો ત્યાં પ્રશ્ન થવા યોગ્ય છે કે : “આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી, અને અત્રે કેવળજ્ઞાનને તેનું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપયોગ સિવાય આત્માનું બીજું કયું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપયોગ પ્રવર્યો હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય
શેય આત્મા તેથી જાણે ? છે D પત્ર ક્રમાંક ૭૦૬ઃ કેશવલાલ નાથુભાઈ, લીંબડી છે
૧. વૃત્તિઆદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તોપણ કરવો ઘટે. 1 વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખવો. તેમ બને !
તો ક્રમે કરીને વૃત્તિઆદિનો સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય.
૨. ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મુળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાન કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે, અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર
લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. * સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ
થતો નથી, અને સપુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્યરુષની પ્રતીતિ
( ૯૦ ].
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org