________________
જ રૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે, માટે તે તેનો અચૂક ઉપાય છે છે. ૧૦૩.
મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ;
લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. (૧૧૦) મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ છે ' સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. ૧૧૦.
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. (૧૧૪) કરોડો વર્ષનું સ્વપ્ન હોય તોપણ જાગ્રત થતાં તરત શકાય છે, તેમ આ અનાદિનો વિભાવ છે તે આત્માજ્ઞાન થતાં દૂર થાય છે. ૧૧૪.
આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. (૧૨૯) આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ જ નથી, સદ્ગુરુ જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, . સશ્રુઆજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષધ નથી. ૧૨૯.
સકળ જગત તે એંઠવતું અથવા સ્વપ્ન સમાન,
તે કહીએ જ્ઞાનીદશા બાકી વાચા જ્ઞાન. (૧૪૦) : સમસ્ત જગત જેણએ એંઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું છે જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન
મોક્ષમાર્ગ પ્રકાશ
૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org