________________
યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું માહાભ્ય સર્વ જ્ઞાની પુરુષોએ
અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે, એમાં વિચારવાનને કોઈ રીતે ' વિકલ્પ થવા યોગ્ય નથી.
) પત્ર ક્રમાંક ૭૦ % જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તો પણ જે દિવસે | ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.
| સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, કે તે જ્ઞાની પુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે. છે જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.
તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી, તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે.
D પત્ર ક્રમાંક ૬૭૪: સૌ. દેહધારી છતાં નિરાવરણજ્ઞાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ ! નમસ્કાર.
અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં, તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતષ્ટિ જીવ ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિષે પડેલો પદાર્થ મનુષ્યચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે, તેમ જગતદૃષ્ટિ જીવોને જ્ઞાની કે વીતરાગના ઓળખાણ માટે વિશેષ શુભ સંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org