________________
જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર
હો.
O ૫ત્ર ક્રમાંક ૫૯૮ : સૌ. જી
અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે ?
એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાંખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સત્યમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે; કેમકે આજુબાજુના સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરી વિપર્યય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષુજીવ અત્રે ચાહીને સમાગમાર્થે આવવા ઇચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર ‘ના' લખવા જેવું બને છે, કેમ કે તેના શ્રેયને બાધ ન થવા દેવો યોગ્ય છે.
અે પત્ર ક્રમાંક ૬૦૦ : સૌ. જી
અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સદ્ધર્મનો નિષ્કારણ કરૂણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાનીપુરુષના ઉપકારને નમસ્કાર હો ! નમસ્કાર હો !
પરપરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે.
જ્ઞાનીપુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગ પણ તે સુખ પ્રગયે પ્રરૂપવાયોગ્ય છે.
૭૪
Jain Education International
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
www.jainelibrary.org