________________
૧૬
મંગલાચરણ
વાંચવામાં આવે તો મને ખાતરી છે કે, માણસના જીવનમાં પરિવર્તન થયા વિના ન જ રહે. ( માર્ગાનુસારીના ગુણોમાં સૌથી પ્રથમ સ્થાન “ન્યાય સંપન્ન વિભવ નું છે. કથા વન તથા નિષ્પત્તિઃ જેવું બી તેવું ફળ. પોતાની સંપત્તિ ન્યાય પૂર્વકની પેદા કરેલી હોવી જોઈએ. આ વાત કેટલી બધી મહત્વની છે તે તો તેના પર પોણોસોથી વધુ પાનામાં મહારાજશ્રીએ વિવેચન કર્યું છે, તે પરથી જ સમજી શકાય તેવું છે. મહારાજશ્રીએ સ્પષ્ટ કહ્યું છે કે, “વિશ્વાસુ સાથે વિશ્વાસઘાત કરીને, તેના - દ્રવ્યનું અપહરણ કરવું અથવા ચોરીથી ધન ભેગું કરવું એ બધા નિંદનીય ઉપાયો છે. અથર્જનના માર્ગમાં જે નીતિનું પાલન ન હોય તો તેને પુરૂષાર્થ નહીં પણ એક પ્રકારની લૂંટ કહી શકાય.”
ઘુતમાં હાર્યા પછી પાંડવો જંગલમાં ગયા ત્યારે ભીમ અને અર્જુનની ગેરહાજરીનો લાભ લઈ જટાસુર રાક્ષસ મેલા ઈરાદાથી દ્રૌપદી, યુધિષ્ઠિર, સહદેવ અને નકુળનું છળકપટ કરી હરણ કરી ગયો. એ વખતે યુધિષ્ઠિરે તે રાક્ષસને કહેલા શબ્દો બહુ યાદ રાખવા જેવા છે. યુધિષ્ઠિરે રાક્ષસને કહેલું, “હે રાક્ષસ ! તું માને છે કે તું અમારું હરણ કરી રહ્યો છે, પણ હકીકત તો એ છે કે તારા ધર્મનું હરણ થઈ રહ્યાં છે અને તેનું તને ભાન નથી.” પારકાની સંપત્તિને હરવા માટે લોકો અનેક જાતની રમતો, છળકપટ કરે છે, આવા સૌને અહિં ચેતવવામાં આવ્યા છે કે મૂર્ખાઓ! તમે એમ માનો છો કે તમે મૂલ્યવાન વસ્તુઓનું હરણ કરીને શ્રીમંત થઈ રહ્યા છો, પરંતુ વાસ્તવિક હકીકત તો એ છે કે સૌથી મૂલ્યવાન એવો જે “ધર્મ” તેનું તમારા જીવનમાંથી હરણ થઈ રહ્યું છે. અન્યાય, અનીતિ અને પાપના માગે પ્રાપ્ત કરેલું ધન તો તેના ઉપાર્જન કરનારે અહિં જ મૂકીને વિદાય થવાનું છે, પણ તેનાં ફળ તો તેને અવશ્ય ભોગવવાં જ પડે છે. ધર્મશાસ્ત્રો તેથી જ કહે છે કે ધર્મ તજીને જે માણસ અર્થને સેવે છે, તે આ જન્મે તો ભ્રષ્ટ થાય છે પણ તેનો પરલોક પણ