________________
૧૪
મંગલાચરણ
જેવી અદૂભૂત વકતૃત્વ કળા તેમનામાં છે, તેવી જ તેમની કલમમાં પણ અનેરી શક્તિ છે. તેમના પ્રગટ થયેલા ગ્રંથ “મંગલદ્વાર અખંડજ્યોત “આત્મદર્શન” “મોહમુક્તિ” “તત્વત્રિવેણું” “અમીઝરણા મનોવિજ્ઞાન “મંગલ પ્રસ્થાન “રસાધિરાજ“મહાવીર દર્શન વગેરે ગ્રંથોમાંથી તેમની કલમની શક્તિનો ખ્યાલ આવી શકે છે. મહારાજશ્રી પોતે જ તેમના વ્યાખ્યાનો ગ્રંથસ્થ કરે છે અને એ રીતે અનેક લોકો જેઓને તેમના વ્યાખ્યાનોનો પ્રત્યક્ષ લાભ પ્રાપ્ત નથી થઈ શક્તો, તેઓ પણ તેમના ગ્રંથો દ્વારા લાભ પ્રાપ્ત કરી શકે છે. તેમના ગ્રંથોમાંથી
સ્પષ્ટ દેખાઈ આવે છે કે, તેમની સમન્વય અને નિરૂપણ શક્તિ અભૂત છે. તેમના વ્યાખ્યાનોમાં કયાંય ખંડનાત્મક નીતિનો ઉપયોગ થતો જોવામાં આવતો નથી. અલબત્ત, જ્યાં જરૂરી હોય ત્યાં કડવી ભાષામાં પણ કડુ અને કરિયાતાના મિશ્ર ઉકાળા રૂપે શ્રોતાજનોને પિવરાવે છે. માતાને પોતાનું બાળક અત્યંત પ્રિય હોય છે, તેથી જ તેને તન્દુરસ્ત રાખવા હંમેશા કડવું ઔષધ પીવરાવતી હોય છે અને તેવું જ પૂજ્ય મહારાજશ્રીની બાબતમાં છે. લોકો ધર્મના પંથે જાય તે જ એક તેમની માત્ર ઈચ્છા છે. આ કારણે જ તેઓશ્રી શ્રોતાજનોને સમયોચિત અમૃતરૂપી કડવું ઔષધ પણ આપે છે.
પ્રસ્તુત ગ્રંથનું નામ મંગલાચરણ છે જે બહુ સમજ પૂર્વક પસંદ કરવામાં આવ્યું છે. જેનાથી કલ્યાણ અથવા હિત સધાય છે, તેને મંગલ કહેવાય છે. આચરણ શબ્દનો અર્થ “ચારિત્ર થાય છે. આ રીતે “મંગલાચરણ નો અર્થ કલ્યાણકારી ચારિત્ર એવો થાય છે. આ ગ્રંથમાં જે ઉપદેશનો ભંડાર ભર્યો છે, તે જોતાં ગ્રંથનું નામ બધી રીતે યથાર્થ જ છે. કલ્યાણકારી ચારિત્રની શરૂઆત માર્ગાનુસારી જીવનથી થાય છે. જે માર્ગને અનુસરે અર્થાત્ સાચા માર્ગે ચાલે તેને માર્ગાનુસારી કહેવાય છે.
શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે તેમના યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં માત્ર દશ ગાથામાં માર્ગાનુસારીના પાંત્રીસ ગુણોની વાત મુક્તાફળની