________________
( ૧૧ ) અત્યંત ઉત્સાહી અને પરિશ્રમી પુરુષ છે. સાથે સદ્દગતના અનન્ય ભકત છે. તેમના અથાગ પરિશ્રમથી આટલા ટૂંકા ગાળામાં લેખસંગ્રહના પાંચ વિભાગે એટલે લગભગ બે હજાર પૃષ્ઠો બહાર પાડવાનું બની શકયું છે. હજી સદગતશ્રીનું ઘણું લખાણ પ્રગટ થવાનું બાકી છે. હાલ તે માત્ર “ શ્રી જૈન ધર્મ પ્રકાશ અને
શ્રી આત્માનંદ પ્રકાશ' માસિકમાં આવેલા લેખોનો જ સંગ્રહ પ્રગટ કરવામાં આવ્યા છે. સમિતિએ જે કામ ઉપાડયું છે તે સંપૂર્ણ રીતે પાર પાડે તેવી ઈચ્છા અસ્થાને તો નથી જ. આ કાર્યને આગળ ધપાવવામાં સહાયની ખાસ અપેક્ષા રહે છે તો સદ્દગતશ્રીના સાધનસંપન્ન ભકતે તથા સંગ્રહસ્થ જ્ઞાનાવરણીય કર્મની નિર્જરાના હેતુભૂત આવા કાર્યને સંપૂર્ણ સહાય કરે. સદ્દગતશ્રીએ કેટલું લખાણ લખ્યું છે તેની હવે આપણને કંઈ ઝાંખી થાય છે. આવા નિઃસ્વાર્થ હિતેચ્છુ મહાપુરુષના સ્મારક તરીકે પ્રગટ થતાં આવા પ્રકાશનોમાં સંપૂર્ણ સહાયતા અને ઉત્તેજન પ્રાપ્ત થાય એ ઈચ્છવા ગ્ય છે. સ્મારક સમિતિના કાર્યવાહકોએ આરંભેલ આ અતીવ ઉપયોગી કાર્ય અખંડિતપણે શરૂ રહે એ જ અભિલાષા.
મહા શુકલ પૂર્ણિમા, | મુંબઈ : ૧૯૯૭, }
ભોયખલો.
અનુગાચાર્ય પંન્યાસ શ્રી
પ્રીતિવિજય ગણી.
મ