________________
- કટ્ટો દુશમન જેવું દુઃખ ન આપી શકે તેવું દુ:ખ અભિમાન આપે છે; તેથી જ તે અભિમાન જે કટ્ટો શત્રુ છે.
ધર્મકલા સર્વ કળાઓને જીતી લે છે.
જે મનને નિગ્રહ કરી શકે છે તે જ આત્માનું પૂરેપૂરું હિત કરી શકે છે.
અમૃતના પાત્રમાં કદી પણ કડવાશ હોતી નથી. પુણ્ય પણ સુવર્ણ-શૃંખલા જેવું જ છે. રસનાલુબ્ધ પ્રાણી લેશ માત્ર ચેતી શકતું નથી.
ઉપરનાં બધાં સવા દવાના ડેઝ જેવાં છે. જેમ દવાના ડેઝથી વ્યાધિ ઉપશમી જાય છે તેમ ઉપરોક્ત સુવાકના અનુસરણથી પ્રાણુઓની સંસારરૂપી વ્યાધિ શાન્ત થઈ જાય છે.
કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે સદ્દગતશ્રીના આ લેખસંગ્રહને બદલે કોઈ નવીન જ પ્રકાશન કર્યું હોત તો તે વધુ ઉપયોગી નીવડત, પણ તેવી સૂચના કરનારાઓએ લક્ષમાં રાખવું જોઈએ કે આ લેખોમાંના કેટલાક લેખો અને વાક્યો ઉત્તમ કોટિનાં પુસ્તકોનાં દેહનરૂપ છે. સામાન્ય જણાતાં વાક્યની પાછળ અદ્દભુત ભાવ ભર્યો જણાય છે. સદ્દગતશ્રીના દરેક લેખોનું હાર્દ તપાસશો તો તેમાંથી ઉપદેશસરિતા વહેવા સાથે પ્રગતિને પ્રતિધ્વનિ ગુંજી ઉઠશે. તેઓ પોતે ઉચ્ચ કોટિના સંયમી સાધુપુરુષ હતા અને પરિમિત અને શિષ્ટ લખાણ જ લખતા. તેમને સસ્તી કીર્તિ કમાવાની કદી પણ લાલસા થઈ જ નથી. તેઓ લખવા ખાતર લખતા નહી પણ પોતાનું લખાણ કેટલું લેકભોગ્ય બનશે અને કેટલું ઉપકારક નીવડશે તેની પૂરેપૂરે પરામર્શ કરીને જ તેઓ લેખિની ચલાવતા. તેમાં લેખન સમયે સામાન્ય બુદ્ધિવાળાં