________________
( ૭ ). સામાન્ય આમજનતા સહેલાઈથી સમજી શકે તે માટે કેટલાક વિષયો તેમણે પ્રશ્નોત્તરરૂપે સરસ શૈલીથી સમજાવ્યા છે. (પૃ. ૨૨૬ તથા ૩૧૨ ).
આ ઉપરાંત પર્યુષણ પર્વ (પૃ. ૮૩), જયતી (પૃ. ૧૪૮) તેમ જ જીવદયા અને પાંજરાપોળની આવશ્યક્તા દર્શાવતા વિદ્વત્તાપૂર્ણ વિવેચન પણ આ વિભાગમાં આમેજ કરવામાં આવ્યા છે.
સજજનોનાં લક્ષણો જાણવા આવશ્યક છે તેવી જ રીતે મૂખનાં લક્ષણો પણ જાણવા અગત્યનાં છે કે જેથી પોતે તે પૈકી કોઈપણ પ્રકારનું આચરણ કરતો હોય છે તેથી બચવા પામે. આ સંબંધે “મૂર્ખ શતક” નો ભાષાનુવાદ આપવામાં આવ્યો છે, જે પણ ગમ્મત સાથે જ્ઞાન આપે તેવો છે. (પૃ. ૨૨)
જે માણસની રહેણીકરણી અને આચારવિચાર શુદ્ધ ન હોય તેની ગણત્રી કશા લેખામાં આવતી નથી. લક્ષ્મીવાન કે બુદ્ધિમાન હોવા છતાં આચારશૂન્ય પ્રાણી ગણનાપાત્ર થતો જ નથી. મુનિશ્રીએ “આચારોપદેશ” નામના આખા બેધક ગ્રંથનો છ વર્ગમાં ભાષાનુવાદ આપી આચારના વિષયને વધારે પુષ્ટ બનાવ્યો છે. આ આખું ભાષાંતર વિચારણીય હવા સાથે આચરણય પણ છે. (પૃ. ૨૬૨ થી ૩૨)
અહીં તો માત્ર કેટલાક વિષય પરત્વે આપણે વિચારણા કરી. પણ આવા અમૂલ્ય લેખો તે આ વિભાગમાં સ્થળે સ્થળે માલૂમ પડે છે. તદુપરાંત સૂક્ત વચન, હિતબોધક વા, હિતશિખામણો, ઉપદેશક વચન વિગેરે વિગેરેને તે તૂટો જ નથી. આપણું કથાનુગનાં ચરિત્રોમાં ઘણીવાર વાંચીએ છીએ કે હિતશિખામણનાં વાક્યો કોઈ કોઈ રાજપુત્ર યા શ્રેષ્ઠીપુત્ર લક્ષ-લક્ષ સુવર્ણમહેર આપીને ખરીદતા. આવાં જ સુવાક્યો સદ્દગતશ્રીએ આ વિભાગમાં ઠાંસી-ઠાંસીને ભર્યા છે. જે તેવા દરેક વાકનું વિવરણ કરવા બેસીએ તે આ પ્રસ્તાવના