Book Title: Lekh Sangraha Part 05
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 11
________________ ( ૮ ) પિતાનું સ્વરૂપ બદલીને એક નાની–સી ટેટના આકારમાં ફેરવાઈ જાય; છતાં પણ કેટલાંક અતિબોધપ્રદ સુવાક્યો અહીં ઉદધૃત કરવાનું કાર્ય અસ્થાને તે નથી જ. પ્રાણુ ગયા પછી પાણી પાવું નકામું છે તેમ તક ગયા પછી દાન દેવું તે પણ નકામું જ છે. આડંબરમાં મેહ પામી અવગુણુ પ્રત્યે પ્રેમ કરે નહિ; કારણ કે ગાયના દૂધથી પુષ્ટિ મળે, થેરના દૂધથી નહિ. - કાંબળ ભીંજાવાથી જેમ ભાર વધે છે તેમ હઠાગ્રહથી આમા કમથી ભારે બને છે. જેમ સૂર્યોદય થતાં અંધકાર ન ટકી શકે તેમ સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં સાંસારિક વિકારે આપોઆપ નાશ પામી જાય છે. સંકટના સમયમાં હિંમત રાખવી તે અડધી ફતેહ મેળવવા બરાબર છે. જે વધસ્થાનમાંથી તમે મુક્ત ન થઈ શક્તા હો ત્યાં હસ્તે ચહેરે ઊભા રહેવું. પ્રકૃતિ જ્યારે મુશ્કેલી વધારે છે ત્યારે સાથોસાથ બુદ્ધિબલ પણ વધારે છે. સમય બરબાદ ન કરે, જે સમય ગુમાવશે તે ફરી આવશે નહિ. જેમ તમારી જરૂરિયાતો ઓછી કરશે તેમ તમે વધારે સુખી થશો.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 370